રાષ્ટ્રીય ગણિત દિવસ – ૨૦૨૪

·         ગણિત દિવસ: મહત્વ અને ઉજવણી

ગણિત એ વિજ્ઞાનની એવી શાખા છે, જે સચોટતા, લોજિક અને ક્રમના આધારે આપણે જીવનમાં વિવિધ સમજૂતી અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે. ગણિત દિવસ વર્ષમાં એક વખત ગણિતના મહત્વને ઉજવવા માટે નિશ્ચિત કરાય છે.

·         ગણિત દિવસની શરૂઆત

ભારત સરકારે શ્રીનિવાસ રામાનુજનના યોગદાનને માન આપી તેમના જન્મદિવસ 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાનું 2012માં ઘોષિત કર્યું. આ દિવસ ભારતના સૌથી મહાન ગણિતજ્ઞોને શ્રદ્ધાંજલિ આપવા અને ગણિતના પ્રચાર માટે છે.

·         ગણિતનો મહિમા

ગણિત વિના જીવનની કલ્પના અશક્ય છે. સમય, માપ, વજન, ગતિ, ધન વ્યવસ્થાપન અને નવી શોધોમાં ગણિતનો મહત્વપૂર્ણ સહયોગ છે. માત્ર શૈક્ષણિક ક્ષેત્ર જ નહીં, પરંતુ વ્યાવસાયિક અને દૈનિક જીવનમાં પણ તેની અસરકારક ભૂમિકા છે.

આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને રાતે ઉઘીએ ત્યાં સુધી ગણિત આપણી સાથે જ ચાલતું હોય છે. રાત્રે આપણે સુઈ જઈએ છીએ ત્યારે ગણિત આપણામાં જાગતું હોય છે. તે સતત તેનું કાર્ય કરતું રહે છે. આપણે સૌ સવારે ઉઠવા માટે અલાર્મ મુકીએ છીએ આ અલાર્મ આપણને સમયસર ઉઠાડે છે અને આપણી દિનચર્યા આગળ વધે છે. આ સમય દર્શાવતા આંકડાઓ ગણિતનો જ એક ભાગ છે. ગણિતની શરૂઆત આંકડાઓ થી જ થાય છે. તેથી કહી શકાય કે આપણા સૌની શરૂઆત ગણિતથી જ થાય છે. ત્યારબાદ આપણે સૌ તૈયાર થઈને આપણા કામે વળગી જઈએ છીએ. બાળકો શાળાએ જાય છે અને વાલીઓ નોકરી માટે જાય છે તેમાં પણ સમયને જ ધ્યાનમાં રાખીને કાર્યો કરે છે, એટલે કે આપણે સૌ ગણિતને સાથે જ લઈને ચાલીએ છીએ તેમ હું કહું તો ખોટું નથી.

પ્રાચીન સમયમાં ગણિત માટે ગણન શબ્દ વપરાતો હતો. જ્યાંથી ગણિત શબ્દની ઉત્પતિ થયેલ છે. સામાન્ય અર્થમાં ગણિત એટલે પાયાની ગણતરીનું જ્ઞાન, આકડાનું જ્ઞાન, ગણિતના અર્વાચીન અર્થ અનુસાર ગણિત એટલે મૂર્ત અને અમૂર્ત ખ્યાલોનું સંકલિત માળખું છે. ગણિત એ જરૂરી તારણોનું વિજ્ઞાન છે.  

 

ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ આપણા મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનની યાદમાં માનવીએ છીએ. શ્રી નિવાસ રામાનુજનની તુલના ભારતના એ વ્યક્તિમાં થાય છે જેમને વિશ્વને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને શોધવાની શરૂઆત કરી. તેમનો જન્મ ૨૨ ડીસેમ્બર ૧૯૮૭ ના મદ્રાસથી ૪૦૦ કિલોમીટર દુર ઈરોડનગરમાં થયો હતો. રામાનુજન જયારે બહુ નાના હતા તે સમયે  તેનો પરિવાર ઈરોડ થી કુમ્ભ્મંડળમાં વસ્યો હતો. 

       શ્રીનિવાસ રામાનુજન એક દક્ષિણ ભારતીય પરિવાર સાથે સંબંધ રાખતા હતા. તેના પિતા કુમ્ભડોળમાં એક કાપડના વ્યાપારીને ત્યાં મુનીમનું કામ કરતા હતા. રામાનુજનનું શરૂઆતનું શિક્ષણ કુમ્ભડોળની પ્રાયમરી સ્કુલમાં થયું. ત્યારપછી ૧૮૯૮માં તેમને ટાઉનહાય  સ્કૂલમાં પ્રવેશ કર્યો અને બધા જ વિષયોમાં બહુજ સારા અંક પ્રાપ્ત કાર્ય. અહીં તેમને રામાનુજનને જી .એસ . કારની ગણિત પર લખેલી પુસ્તક વાંચવાનો મોકો મળ્યો હતો તે પુસ્તક થી જ તે પ્રભાવિત થઈને તેમની રૂચી ગણિતમાં વધવા લાગી અને ગણિત પર કામ કરવાનું  શરુ કરી દીધું . રામાનુજનનું બાળપણ બહુ જ કઠીન અને ગરીબીમાં વસ્યું તેમને અન્ય વિષયોમાં રૂચી ન હતી. પરંતુ ગણિતમાં ૧૦૦ અંક પ્રાપ્ત કરી શકતા હતા. રામાનુજન ક્લાર્કની નોકરી કરતા હતા. જ્યાં તે ખાલી પત્રો પર ગણિતના પ્રશ્નો હલ કરતા હતા ત્યાં એક દિવસ એક અગ્રેજની નજર આ પત્રો પર પડી અને તેમને તેમાં રૂચી લઈને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં હાર્ડ કોપી આપી અને તેમાં તેને છાપેલી તેની રામાનુજનની પ્રતિભાને તેને જાણી ત્યારપછી તેની ખ્યાતી વિશ્વભરમાં ફેલાય ગઈ.

           આધુનિક સમયના ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી શ્રી રામાનુજનના જન્મદિન નિમિત્તે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ગણિતના વિવિધ ચિન્હોને કેન્દ્રમાં રાખી એકપાત્રિય, નાટક તેમજ મેથેમેટિક્સ પાર્ક, ટ્રી ગો મેટ્રીક પાર્ક જેવા મોડેલ બનાવી રજૂ કર્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *