મકરસંક્રાંતિ

       મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનું પાવન પર્વ છે જે પ્રત્યેક વર્ષ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યના મકર રાશિમાં પ્રવેશને ઉજવવા માટે મનાવવામાં આવે છે. આ તહેવારનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. મકરસંક્રાંતિ એ દિવસ અને રાતના સમાન અવધિ પછી દિવસ લાંબો થવા લાગે તે ક્ષણ છે. આ દિવસથી પૃથ્વી ઉત્તરાયણ તરફ ગતિશીલ થાય છે. ઉત્તરાયણને હિન્દુ સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે કારણ કે તે પ્રકાશ અને નવી આશાઓનું પ્રતીક છે.

       મકરસંક્રાંતિના પાવન દિવસે લોકો તિલના લાડુ, ગોળ, અને મીઠાઈઓ બનાવે છે અને વટાવીને મીઠાશ અને સ્નેહ વધારવાનું પ્રતિક કરે છે. આ દિવસે પતંગ ચગાવવાનો પ્રચલિત રિવાજ છે. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડતા લોકો એકજ ઉત્સાહ અને આનંદ સાથે આ પર્વ ઉજવે છે. ગુજરાતમાં તો ખાસ કરીને આ તહેવાર “ઉતરાયણ” તરીકે ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

                                                    ઉત્તર + અયન = ઉત્તર તરફ ગતિ = ઉતરાયણ.

     ઉતરાયણ એટલે દેવતાઓનો દિવસ. ઉતરાયણ થી છ માસ સુધી દેવતાઓનો દિવસ હોય છે. જ્યારે પછીના છ માસ દેવતાઓની રાત્રી હોય છે. વર્ષમાં કુલ 12 પ્રકારની સંક્રાંતિઓ થાય છે. તમામ પ્રકારની સંક્રાંતિઓ અતિ પુણ્યદાયક ગણાય છે. ખરા અર્થમાં જીવાત્માની સંક્રાંતિ ( ઞતિ ) વૈકુંઠમાં આવી જોઈએ તેવું નિરૂપણ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *