યુનિયન બજેટ 2025-26: વિદ્યાર્થીઓ માટે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ

       યુનિયન બજેટ એ માત્ર સત્તાવાર દસ્તાવેજ ન હોય, પરંતુ તે આપણા દેશના મંત્રીઓ, નીતિનિર્માતાઓ અને જનતા વચ્ચે સાંજમેળ સેતુ તરીકે કાર્ય કરે છે. 2025-26ના બજેટ પર થતી ચર્ચાઓ અને વિવાદોથી માત્ર સરકારના નીતિગત નિર્ણયોને જ નહીં, પરંતુ અમે સાથે મળીને એક દ્રષ્ટિ બનાવી શકાય છે, જે દેશના વિવિધ વર્ગોના લાભ માટે કામ કરે. 2025-26 ના બજેટમાં વિશિષ્ટ મંતવ્ય સાથે વિકાસ અને સમાવિષ્ટ વૃદ્ધિ માટે યોગ્ય પ્રયાસો કરવામાં આવ્યા છે. તે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે એક તર્કસંગત પ્રયાસ જણાય છે.

નિષ્ણાંતો ના મટે ૨૦૨૫નું બજેટ:-

  1. NSEનાMD અનેCEO આશિષકુમાર ચૌહાણ કહે છે કે “આ બજેટ ભારતના વિકાસ ગતિ પર મજબૂત વિકાસ પગલાં, સતત નાણાકીય સમજદારી, વધેલા મૂડીખર્ચ અને ઘટાડાવાળા કરના બોજ પર આધારિત છે.”
  2. P C Snehal Group ના ચિરંજીવ પટેલ કહે છે કે “કેન્દ્રીય બજેટ2025-26 સમાવિષ્ટ વિકાસ અને નવીનતા માટે એક દ્રષ્ટિકોણ”
  3. આયટેક્સેલ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ફોર્મુવી પ્રોજેક્ટર્સના સત્તાવાર ભારત પ્રતિનિધિ સુશીલ મોટવાણી કહે છે કે “GST વસૂલાતમાં મુખ્ય ફાળો આપનારા આયાતકારો માટે કોઈ રાહત નથી.”
  4. શ્રુસબરી ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ડિયાના મેનેજમેન્ટ બોર્ડના સ્થાપક અને પ્રમુખ અભિષેક મોહન ગુપ્તાએ કહ્યું કે“આ બજેટ એક પ્રગતિશીલ અભિગમ દર્શાવે છે, જેમાં બજારની તરલતા વધારવા અને ખર્ચને ઉત્તેજીત કરવા માટે માળખાગત સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આવકવેરા મુક્તિ એ એક મહત્વપૂર્ણ પગલું છે.શિક્ષણ માટે AI માં શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના અને શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સના વિસ્તરણ સાથે સરકારનું નવા યુગની ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સ્પષ્ટ છે.”
  5. એમ્બિટ ફિનવેસ્ટના ડેપ્યુટી સીઈઓ શ્રી વિક્રાંત નારંગે, બજેટનો MSME માટે શું અર્થ છે અને ક્રેડિટમાં વધારો કયા ફેરફાર લાવી શકે છે તે અંગે પોતાની પ્રતિક્રિયા શૅર કરી

       યુનિયન બજેટ એ દેશની આર્થિક યોજનાઓ અને નીતિઓને સંકલિત કરવા માટે સરકાર દ્વારા દર વર્ષે રજૂ કરાવાતું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ દરેક વ્યક્તિ માટે મૌલિક છે, પરંતુ આ વિદ્યાર્થીઓ માટે ખાસ રસપ્રદ બની શકે છે, જેમણે તેમના ભવિષ્યને દ્રષ્ટિમાં રાખીને ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે ઉચ્ચતર માધ્યમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ એક ઉત્સાહપૂર્ણ બજેટના ડીબેટ માટે ભાગ લીધો છે. 2025-26નો યુનિયન બજેટ પર ડીબેટ સ્પર્ધા ખૂબ જ ઉત્સાહભરી અને વિચારશીલ હતી. , જેમાં વિદ્યાર્થીઓએ બજેટના વિવિધ પાસાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા.

વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણમાંથી બજેટ

            આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તેમના વિચારોને અલગ-અલગ દ્રષ્ટિકોણોમાં રજૂ કર્યા. એક તરફ, કેટલાક વિદ્યાર્થીઓએ બજેટના નીતિઓને સરાહ્ય અને પ્રોત્સાહક માનતા, આર્થિક વિકાસ અને રોજગાર વધારવા માટે લાભદાયક યોજનાઓ પર પ્રકાશ પાડ્યો. જ્યારે બીજી બાજુ, કેટલાક વિદ્યાર્થીઓએ ઊંચી નાણાકીય વ્યવસ્થા અને લોકો પર વધતી વધતી વ્યાજ દરની ખોટી અસરોથી ચિંતાનો ઇઝાર કર્યો.

  • આર્થિક વિકાસ: કેટલાક વિદ્યાર્થીઓએ બજેટને આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે સકારાત્મક માન્યું, ખાસ કરીને નાના ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર માટેની યોજનાઓને વખાણ્યું.
  • શિક્ષણ અને આરોગ્ય: બીજી બાજુ, કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વધારાની ફંડિંગની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેનાથી સમાજના નમ્ર વર્ગને લાભ મળી શકે.
  • વર્ગીય અસમાનતા: કેટલાક વિદ્યાર્થીઓએ બજેટમાં ધનવાન વર્ગને વધુ લાભ મળતા અને ગરીબ વર્ગની અવગણના થતી હોવાનું જણાવ્યું.

       આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને દેશના આર્થિક નીતિઓ અને તેમના અસર વિશે વિચારવા માટે પ્રેરણા આપી. આથી, તેઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહિ, પરંતુ સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર પણ જાગૃત બની રહ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓના વિચારો અને દૃષ્ટિકોણ, શાળાના બ્લોગ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રેરણાદાયી બની શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *