ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ

       આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તેને ગુનાઓ માટે પણ સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને ઠગાઈ (Fraud) અને બ્લેકમેઈલ (Blackmail )જેવા ગુનાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. આ પ્રકારના ગુનાઓ સામે જાગૃતિ અને સાવચેતી સૌથી મોટો શસ્ત્ર છે. આવી જ માહિતીને લઈને ગજેરા ગ્રૂપ ઓફ સ્કૂલ્સમાં સાઇબર જાગૃતિ માટે એક  આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત ક્રાઈમ બ્રાંચની એ.સી.પી. શ્રીમતી કે. મિની જોશેફે યુવતીઓને ડિજિટલ વિશ્વમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે માર્ગદર્શન આપ્યું.

🚫 ફ્રોડ એપ્સથી દૂર રહો.

📞 શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ 1908 પર કરો.

🧠 સાવધાન રહો, સુરક્ષિત રહો .તમારા હકો જાણો અને ગુના સામે અવાજ ઉઠાવો.

        વ્યવસ્થાપક ટ્રસ્ટી શ્રી ચૂનિભાઈ ગજેરાની દ્રષ્ટિ હેઠળ, આ પહેલ ગજેરા ટ્રસ્ટના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે – એક જાગૃત, સશક્ત અને જવાબદાર પેઢી ઘડવા માટેની પ્રતિબદ્ધતા. કારણ કે સુરક્ષા જાગૃતિ અને હિંમતથી શરૂ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *