चन्दनं शीतलं लोके,चन्दनादपि चन्द्रमाः !
चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः !!
શરૂઆત :
૧૯૩૫ માં યુએસ ની કોંગ્રેસ રાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઓગસ્ટ મહિના ના પ્રથમ રવિવારને જાહેર કર્યો ત્યારથી રાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી વાર્ષિક પ્રસંગ બની ગયો છે.
મિત્રતાનું મહત્વ :
ભારતીય પરંપરાની મિત્રતાની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. મિત્રોને આપણા જીવનના સુખ-દુઃખ સાથી ગણવામાં આવે છે, જ્યારે પણ મિત્રોની વાત આવે છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવે છે. કૃષ્ણ-સુદામાની મિત્રતા મિત્ર પ્રત્યે પ્રમાણિકતા, ત્યાગ અને આદરની ભાવના દર્શાવે છે. જે સાચા મિત્રની નિશાની છે. કહેવાય છે કે કુટુંબ એ કુદરતની દેણ છે, પરંતુ મિત્રએ તમે અર્જિત કરેલી તમારી કમાણી છે. જેમાં વ્યક્તિને મિત્ર પસંદ કરવાનો મોકો મળે છે. સાચો મિત્ર જીવનના દરેક વળાંક પર પડછાયાની જેમ આપણી સાથે રહે છે.
મિત્ર આપણા માટે શા માટે મહત્વના છે :
મિત્ર આપણને આપણા દરેક સમયમાં ટેકો આપે છે.
મિત્ર જીવનની ગુણવતા સુધારવામાં મદદ કરે છે.
મિત્ર આપણને સક્રિય રાખે છે.
મિત્ર સાથે આપણે આપણી રહસ્યમય વાતો કરી શકીએ છે.
મિત્ર આપણને શરત વગરનો પ્રેમ કરે છે.
મિત્ર સાથે આપણે સુરક્ષિત હોવાનો અનુભવ થાય છે.
ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં બાળકો મિત્રોનું મહત્વ સમજે એ હેતુ સાથે મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને શિક્ષકો દ્વારા મિત્ર ભાવ દર્શાવતી વાર્તાઓ કેહવામાં આવી, પ્રકૃતિ સાથે મિત્રતાનું બાળકો દ્વારા અભિનય ગીત અને શિક્ષક દ્વારા મિત્રતાનું મહત્વ સમજાવ્યું. શિક્ષકોએ વર્ગમાં વિવિધ ફૂલ, સૂકા પાન વગેરે વસ્તુ ધ્વારા ફ્રેન્ડશીપ બેલ્ટ બનાવી બાળકોએ પોતાના મિત્રોને પહેરાવ્યા. સિ.કેજીના બાળકોએ ફોટોફ્રેમ બનાવી પોતાના મિત્રોના ફોટા લગાવી નામ લખ્યા. બાળકો મિત્રતા દિવસની ઉજવણીમાં ખૂબ જ આનંદિત અને ઉત્સાહિત જણાયા.