વરદરાજા અને કાશ્મીરનાં રાજા કરણસિંહનાં પ્રયત્નોથી શ્રાવણી પૂર્ણિમાને ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૂચિત થયેલી 22 ભાષાઓમાં સંસ્કૃતનો સમાવેશ થાય છે. ઉપરાંત, દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડ રાજ્યની એ મુખ્ય રાજ્ય ભાષા છે.
શ્રાવણ મહિનાની પૂનમને આપણે રક્ષાબંધન, બળેવ અને નાળિયેરી પૂનમ નામથી ઉજવીએ છીએ પણ આજ દિવસે 1969 થી ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ તરીકે પણ ઉજવાય છે. લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાના લેખિત સંસ્કૃત ભાષાના દાખલા મળેલા છે. દુનિયાનું મોટામાં મોટું શબ્દ ભંડોળ સંસ્કૃત ભાષામાં છે. 102 અબજ 78 કરોડ 50 લાખ શબ્દોના અત્યાર સુધી સંસ્કૃતમાં ઉપયોગ થયો છે. સંસ્કૃત ભાષામાં નવા શબ્દો યોજવા નું સામર્થ્ય, સમાસ, સંધિ કેવી યુક્તિઓ ગૌરવ વધારવાની સરળતા સ્પષ્ટ શ્રવણ અને મધુરતા વગેરેથી પૂર્ણ આવાની પ્રત્યે આદર થાય તે સ્વાભાવિક છે. હાથી શબ્દ માટે સંસ્કૃત માં શું સમાનાર્થી છે અને પ્રેમ શબ્દ માટે 99 પાણી માટે 70 થી વધુ શબ્દો અને જવું ક્રિયાપદ માટે ૧૨૨ શબ્દો છે અને આ દરેક શબ્દો ચોક્કસ અને ખાસ સમયે જ વપરાય છે.
આ વખતે 12મી ઓગસ્ટે ‘ સંસ્કૃત દિવસ’ મનાવાશે, દર વર્ષે શ્રાવણી પૂનમે જુદી જુદી તરીકે ઉજવાય છે માત્ર મુખે જાણેલી સંસ્કૃત ની દુનિયા ચંદ વાતો: સૌપ્રથમ પંડિત જગન્નાથની વાત કરીએ તો તેઓ શાહજહાના પુત્ર, તાનાશાહ ઔરંગઝેબના ભાઈ, દારા શિકોહને સંસ્કૃત ભાષા ભણાવતા. શિષ્ય દારા શિકોહનો સંસ્કૃત ભાષા પરનો પ્રેમ જોઈને તેમણે ‘જગદાહરણ’ નામનું કાવ્ય રચેલું.
શા માટે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે?
પ્રાચીન કાળમાં શ્રાવણ પૂર્ણિમાથી પોષ પૂર્ણિમા સુધી અભ્યાસ ચાલતો હતો, હાલમાં પણ શ્રાવણ પૂર્ણિમાથી ગુરુકુલોમાં વેદાધ્યયનનો પ્રારંભ થાય છે. તેથી જ આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજકાલ સંસ્કૃતદિવસ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ જર્મની વગેરે દેશોમાં પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
સંસ્કૃત ઉચ્ચારણ અને લિપિ
સંસ્કૃત ભારતની ઘણી લિપિઓમાં લખાતી આવી છે, પરંતુ મૂળભુત રૂપે તે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી ભાષા છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિમાં ભાષાંતર કરવા માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે: IAST અને ITRANS. શૂન્ય, એક કે અધિક વ્યંજનો અને એક સ્વર મળીને એક અક્ષર બને છ.
સંસ્કૃત વ્યાકરણ
સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું અઘરૂ છે. ગુજરાતી અને હિંદી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ મુશ્કેલ હોવાં છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓનાં ઘણાં ખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દરૂપો બનાવવામાં આવે છે, જે વ્યાકરણિક અર્થ પ્રદાન કરે છે. મોટા ભાગે શબ્દરૂપો મૂળશબ્દના અંતમાં પ્રત્યય લગાવીને બને છે. એટલે એમ કહી શકાય કે સંસ્કૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે.
સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે, જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાનીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.
સંસ્કૃત ભાષા વિશે જાગૃત થાય તે હેતુથી અમારી શાળા શ્રીમતી એસ.એચ. ગજેરા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળા, ઉત્રાણમાં સંસ્કૃત દિવસ નિમિત્તે ધોરણ :૭ ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત શ્લોક પઠન સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.