વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા

       વિશ્વની પ્રાચીનતમ ભાષા એટલે સંસ્કૃત ભાષા. એવું ગૌરવવંતુ સ્થાન સંસ્કૃત ભાષા મેળવે છે. સંસ્કૃત ભાષા એ દેવવાણી છે. આ સંસ્કૃત દેવવાણીનું સ્વરૂપ અનેક દ્રષ્ટિકોણ અનુસાર અનેક રીતે અવલોકી શકાય તેમ છે.  સંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત કરેલું.’ પ્રત્યેક ભાષા પોતાનું આગવું સ્થાન ધરાવે છે આમ છતાં ભારતીય ભાષાઓની જનની તેમજ ભારતીય ભાષાઓનું મૂળ હોવાને કારણે સંસ્કૃત ભાષાને અમૂલ્યકહી શકાય. આ અમૂલ્ય એવી ભાષાનું મહત્વ અનેક દ્રષ્ટિકોણથી જોઈએ.

-> ઐતિહાસિક મહત્વ:-

                સંસ્કૃત ભાષાનુ ઐતિહાસિક મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષામાં રચાયેલો ‘ઋગ્વેદ’ જગતમાં સૌથી જૂનો ગ્રંથ છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ ગ્રંથોમાં પણ તત્કાલીન સમાજનું, તે સમયના દેવતાઓનું,  હોમ-હવન અને લોકજીવન શૈલીનું પુષ્કળ વર્ણન મળી આવે છે આમ, સંસ્કૃત ભાષાનું ઐતિહાસિક મહત્વ વધુ પ્રાચીન અને વૈવિધ્યસભર રહ્યું છે.

-> સાંસ્કૃતિક મહત્વ:-

                સંસ્કૃત જ આપણી સંસ્કૃતિનો મુખ્ય સ્ત્રોત છે. ભારતીય સંસ્કૃતિનો પરિચય મેળવવામાં અને તેના ઉચ્ચ મૂલ્યોના વિનિયોગ દ્વારા પ્રજાને વધુ સુખી અને સમૃદ્ધ બનાવવાના અર્થમાં સંસ્કૃત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વેદ, ઉપનિષદ્, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, નીતિશાસ્ત્ર આધ્યાત્મિક દર્શન એ બધું જ સંસ્કૃતમાં છે. તેથી જ તો કહેવાયું છે કે સંસ્કૃત એ જ સંસ્કૃતિ છે.

-> ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ મૂલ્ય “સમગ્ર વિશ્વની અખંડતા” એ સંસ્કૃત સાહિત્ય જ દ્રષ્ટિગોચર થાય છે.

 ઉદ્દા. – वसुधैव कुटुम्बकम् सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।

-> ભારતીય સંસ્કૃતિમાં જ વિદ્યાભ્યાસ તેમજ શિક્ષણને લગતા મૂલ્યો અને સૂત્રો સંસ્કૃતમાં જ જોવા મળે છે.

 ઉદા. – सा विद्या या विमुक्तये ।

-> શિક્ષકે વિદ્યાર્થીઓને શિક્ષણ શી રીતે આપવું તેમ જ એક કુશળ શિક્ષકે પોતાના જ્ઞાનને વિદ્યાર્થીમાં કેવી રીતે સંક્રાન્ત કરવું જોઈએ એ વાત પણ સંસ્કૃતમાં જ મળે છે.

ઉદા. – स्वाध्यायात् मा प्रमदितव्यम् ।

-> ભારતીય સંસ્કૃતિ કળા અંગેનો અનન્ય દ્રષ્ટિકોણ ધરાવે છે.

ઉદા. साहित्यसंगीत कलाविहीनः साक्षात् पशुः

-> ભારતીય ભાષાઓના વિકાસમાં મહત્વ:-

ભારતની ઘણી બધી ભાષાઓ માત્રને માત્ર સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થયેલી છે આ રીતે જોઈએ તો સંસ્કૃત જ ભારતની ભાષાઓની જનેતા છે. તે દૃષ્ટિએ પણ આ ભાષાનું મહત્વ અનન્ય છે જે નીચે મુજબ છે.

-> વ્યાવહારિક મહત્વ:-

                “વ્યાવહારિક રીતે પ્રત્યેક ભારતીયની ભારતીયતાનું અસ્તિત્વ સંસ્કૃત પર જ નિર્ભર છે.” વ્યવહારના ઘણા ક્ષેત્રોમાં મુદ્રાલેખો અને ધ્યેયો માટેની સૂક્તિ સંસ્કૃતમાંથી જ પસંદ કરતા હોય છે. જેમ કે…..

पुच्छविषाणहीनः ।

* सा विद्या या विमुक्तये।(શિક્ષણ ક્ષેત્રે)

* योगक्षेम वहाम्यहम् । (વીમા કંપનીમા)

* जन हिताय जन सुखाय । (કલ્યાણ રાજ્ય)

* सत्यमेव जयते । (ન્યાયતંત્ર)

* न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । (ગ્રંથાલય)

ક્ષેત્રોએ પોતાના મુદ્રાલેખો સંસ્કૃતમાંથી જ પસંદ કર્યા છે.

  1. ભારતમાં માત્ર 3,000 વર્ષ પહેલાં સંસ્કૃત બોલાતી હતી, ત્યારપછી ખ્રિસ્તના 500 વર્ષ પહેલાં, પાણિનીએ વિશ્વનું પ્રથમ વ્યાકરણ પુસ્તક લખ્યું હતું, જે સંસ્કૃતનું હતું. તેનું નામ ‘અષ્ટાધ્યાયી’ છે.
  2. સંસ્કૃત એ વિશ્વના સૌથી જૂના ગ્રંથ (ઋગ્વેદ)ની ભાષા છે. તેથી, તેને વિશ્વની પ્રથમ ભાષા તરીકે ગણવામાં કોઈ શંકાની શક્યતા નથી.
  3. તેના સ્પષ્ટ વ્યાકરણ અને મૂળાક્ષરોની વૈજ્ઞાનિકતાને કારણે તેની શ્રેષ્ઠતા પણ સ્વયં સ્પષ્ટ છે.
  4. સંસ્કૃત ભાષામાં કોઈપણ શબ્દના મહત્તમ સમાનાર્થી છે. ઉદાહરણ તરીકે, હાથી શબ્દ માટે સંસ્કૃતમાં 100 થી વધુ સમાનાર્થી છે.
  5. સંસ્કૃતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અન્ય ભાષાઓ શીખવામાં સરળતા રહે છે.
  6. સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ સંસ્કૃત એક વિચાર છે; સંસ્કૃત એક સંસ્કૃતિ છે, સંસ્કૃત વિશ્વનું કલ્યાણ છે, શાંતિ અને સહકાર છે, તે वसुधैव कुटुम्बकम् ની ભાવના છે.
  7. નાસાનું કહેવું છે કે 6ઠ્ઠી અને 7મી પેઢીના સુપર કોમ્પ્યુટર સંસ્કૃત ભાષા પર આધારિત હશે.
  8. એવું કહેવાય છે કે અરબી ભાષા ગળાથી અને અંગ્રેજી માત્ર હોઠથી બોલાય છે, પરંતુ સંસ્કૃતમાં મૂળાક્ષરોને સ્વરોના અવાજના આધારે વર્ગો ; કવર્ગ, ચવર્ગ , ટવર્ગ , તવર્ગ, પવર્ગ, આંતરિક અને બાહ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે.
  9. સંસ્કૃત ઉત્તરાખંડની સત્તાવાર દ્વિતીય રાજ્ય ભાષા છે.
  10. આરબ આક્રમણ પહેલા સંસ્કૃત ભારતની રાષ્ટ્રીય ભાષા હતી.
  11. કર્ણાટકના મત્તુર ગામમાં આજે પણ લોકો સંસ્કૃતમાં બોલે છે.
  12. જર્મનીની 14 યુનિવર્સિટીઓ લોકોની ઉચ્ચ માંગ પર સંસ્કૃત શિક્ષણ પ્રદાન કરી રહી છે, પરંતુ તેમના સંસાધન કરતાં વધુ માંગને કારણે, ત્યાંની સરકાર સંસ્કૃત શીખનારાઓને યોગ્ય શિક્ષણ વ્યવસ્થા પ્રદાન કરવામાં સક્ષમ નથી.
  13. હિંદુ યુનિવર્સિટી અનુસાર, સંસ્કૃતમાં વાત કરનાર વ્યક્તિ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારીઓથી મુક્ત રહે છે.
  14. સંસ્કૃતમાં વાત કરવાથી માનવ શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય રહે છે. જેથી વ્યક્તિનું શરીર સકારાત્મક ચાર્જ સાથે સક્રિય બને છે.
  15. યુનેસ્કોએ સંસ્કૃત વૈદિક મંત્રોચ્ચારને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ઉમેરવાનું પણ નક્કી કર્યું છે. યુનેસ્કોએ માન્યતા આપી છે કે સંસ્કૃત ભાષામાં વૈદિક મંત્રોચ્ચાર માનવ મન, શરીર અને આત્મા પર ઊંડી અસર કરે છે.
  16. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સંસ્કૃત વાંચવાથી યાદશક્તિ વધે છે.

       આજરોજ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે ધોરણ ૮, ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ  માટે શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શ્લોક ગાન કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *