ર વર્ષે ૧૯ ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમરો થતુ હતું. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા. પણ હવે ખૂબ પરિવર્તન આવી ગયુ છે. લોકો પળોના આનંદ ઓછુ લે છે તેનાથી વધારે ફોટો કેપ્ચર કરે છે. આ કેહ્વુ ખોટુ નહી હશે કે કેમરાની જગ્યા મોબાઈલએ લઈ લીધી છે. પણ આ દિવસને ઉજવવાના પાછળ ઉદ્દેશ્ય છે દુનિયાભરના ફોટોગ્રાફરસને પ્રોત્સાહિત કરવુ છે. આવો જાણીએ કેવી રીતે આ વિશ્વ છાયાંકન દિવસને ઉજવવાની શરૂઆત થઈ
સન ૧૮૯૩ની વાત છે. ફ્રાંસમાં ડાગોરોટાઈપ પ્રક્રિયા શરૂ કરાઈ. તેને સુનિયાની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા ગણાય છે આ પ્રક્રિયાનો અવિષ્કાર બે મિત્રોએ મળીને કર્યુ હતું. તેનો અવિષ્કાર લુઈસ ડોગર અને જોસેફ નાઈસફોરએ કર્યુ હતું.બન્ને ફ્રાંસમાં રહેતા હતા. લુઈસ અને જોસેફએ ૧૯ ઓગસ્ટ ૧૮૩૯ને ડાગોરોટાઈપ પ્રક્રિયાના અવિષ્કારની જાહેરાત કરી અને પછી પેટેંટ પણ મેળવ્યો અને આ દિવસને યાદ કરતા ૧૯ ઓગષ્ટને વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day) ઉજવાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સેલ્ફીનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. એક સમય હતો જ્યારે દરેક લોકો એકબીજાના ફોટા લેતા હતા, પરંતુ હવે સેલ્ફીના ટ્રેન્ડ બાદ જરૂર લાગતી નથી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે પહેલી સેલ્ફી વર્ષ 1839 માં લેવામાં આવી હતી. અમેરિકાના રોબર્ટ કોર્નેલિયસ વિશ્વની પ્રથમ સેલ્ફી લેનાર વ્યક્તિ હતા. તે ચિત્ર આજે પણ અસ્તિત્વમાં છે. તે યુનાઇટેડ સ્ટેટ્સ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં પ્રિન્ટમાં ઉપલબ્ધ છે.
વિશ્વમાં કેટલાક ફોટોગ્રાફરો છે જેમણે ખૂબ જ સુંદર ચિત્રો ખેંચ્યા છે. ૧૯, ઓગસ્ટ ૨૦૧૦ તમામ ફોટોગ્રાફરો માટે એતિહાસિક અને યાદગાર દિવસ હતો. આ દિવસે પ્રથમ વખત વૈશ્વિક ઓનલાઇન ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫૦ થી વધુ ફોટોગ્રાફરોએ તેમના ફોટા ઓનલાઈન સબમિટ કર્યા હતા. અને ૧૦૦ થી વધુ લોકોએ વેબસાઈટ પર ફોટા જોયા હતા.