“स्वस्थं मनः स्वस्थशरीरे निवसति”।
શારીરિક રીતે ફિટ રહેવું આજકાલ સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની જાતને શારીરિક રીતે ફિટ રાખવા માંગે છે. શારીરિક રીતે ફિટ રહેવા માટે લોકો વિવિધ પ્રકારની રમતો રમે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના મામલામાં ભારત ક્યારેય પાછળ નથી. ભારતે હંમેશા તેની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું છે અને ભારત હંમેશા લોકોને રમતગમત પ્રત્યે જાગૃત કરતું રહે છે. અને વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપે છે. આ જ કારણ છે કે ભારત દર વર્ષે ૨૯ ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવે છે. આ દિવસની ઉજવણીનું મુખ્ય કારણ એ છે કે ૨૯મી ઓગસ્ટે ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. આ દિવસ મેજર ધ્યાનચંદને સમર્પિત છે અને તેમને યાદ કરવામાં આવે છે. મેજર ધ્યાનચંદે રમતગમતની દુનિયામાં ભારત માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રીય રમતગમત દિવસનો ઇતિહાસ:
મેજર ધ્યાનચંદ એ ફીલ્ડ હોકી પ્લેયર હતા. તેઓ સૌથી મહાન ફિલ્ડ હોકી પ્લેયર તરીકે ઓળખાય છે. ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૯૦૫ના રોજ ભારતના અલ્હાબાદમાં કુશવાહ રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ શારદા અને રામેશ્વર સિંહના પુત્ર હતા. ધ્યાનચંદને બે ભાઈઓ હતા - મૂળ સિંહ અને રૂપ સિંહ. તેઓએ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ની ઓલિમ્પિકમાં જીતી તેમણે ભારતને સુવર્ણ ચંદ્રકોની તેમની પ્રથમ હેટ્રિક અપાવવામાં મદદ કરી હતી. ધ્યાન તેમની કળા પ્રત્યે એટલો સમર્પિત હતો કે તેઓ તેમના નિયમિત દિવસના કાર્યો પૂરા થયા પછી રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા, જેના કારણે તેમને ધ્યાન 'ચાંદ' ઉપનામ મળ્યું હતું. ચાંદે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધી તેમની કારકિર્દીમાં ૪૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા, જ્યારે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન લગભગ ૧૦૦૦ ગોલ કર્યા હતા. ૧૯૫૬માં તેઓ મેજરના હોદ્દા સાથે સૈન્યમાંથી નિવૃત્ત થયા.
ફૂટબોલના મહાન ખેલાડી પેલે અને ક્રિકેટના મહાન ખેલાડી બ્રેડમેન સાથે તેઓની ગણના થતી હતી. હોકીમાં ભારતની ટીમે જર્મની સામે વિજય મેળવ્યો હતો અને આ મેચમાં ધ્યાનચંદે સુંદર દેખાવ કર્યો હતો. આ મેચ જર્મનીના વડા હિડલરે જોઈ હતી અને તેઓએ ધ્યાનચંદને જર્મનીમાંથી રમવા ઓફર કરી હતી પરંતુ તેઓના ના પાડી હતી. ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવતા હતા અને તેની રમત નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડતા હતાં.
હેતુ:
આ દિવસ હોકીના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા છે. આજે, ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ એ હોકીના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદની ૧૧૮ મી જન્મજયંતિ છે.
રમતગમતના કાયદા:
આજની વ્યસ્ત દિનચર્યામાં રમતગમત જ એકમાત્ર સાધન છે, જે મનોરંજનની સાથે આપણા વિકાસમાં મદદરૂપ થાય છે. તે આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે. જેનાથી આંખોની રોશની વધે છે, હાડકા મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. આપણું પાચનતંત્ર સંપૂર્ણ રીતે કાર્ય કરે છે. રમતગમત એક એવી કસરત છે જેના દ્વારા આપણું મગજનું સ્તર
વિકાસ પામે છે, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે. આ પ્રકારની કસરતથી શરીરના તમામ અંગો સંપૂર્ણ રીતે કામ કરે છે.
ઉજવણી:
ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકો એ લુપ્ત થતી રમતો રમાડી હતી. જેવી કે કબ્બડી, ક્રિકેટ, આંધળો પાટો, ટમેટું રે ટમેટું રે..., કેટલા રે કેટલા.., લંગડી, દોરડા ખેચ, ખો-ખો, સાત ઠીકડી, સિંગલ એન્ગલ ડબલ એન્ગલ જેવી રમત રમાડી હતી. જેમાં બાળકોએ ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે રમત રમી હતી .
રમતગમતમાં વિશ્વમાં ભારતનું સ્થાન:
રમતગમતની વાત કરીએ તો આપણા દેશે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા હાંસલ કરી છે, પછી તે કોઇપણ ક્ષેત્રમાં હોય જેમકે કુસ્તી, બોક્સિંગ, બેડમિન્ટન, શુટીંગ તમામ વિભાગોમાં પોતાના કૌશલ્યથી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અન્ય આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવામાં આવતી રમતો જેવી કે કોમન વેલ્થગેમ્સ તથા એશિયાઈ રમત માં પણ ભારતીય ખિલાડીઓએ ભારતનું નામ વિશ્વ સ્તર પર રોશન કર્યુ છે.