ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય એવી દ્વારકા નગરી અને એમનું જન્મસ્થળ એવી મથુરાનગરીમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે. જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આજનાં દિવસે મંદિરો અને હવેલીઓમાં ભક્તોની ભીડ ઉમટે છે પોતાનાં વ્હાલા બાલગોપાલને હિંડોળામાં ઝુલાવવા માટે. શ્રાવણ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનાં હિંડોળાનાં દર્શન કરવા મળે એ પણ એક લ્હાવો છે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ
ઉપરોક્ત શ્લોકમાં ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જણાવે છે કે જ્યારે જ્યારે ધર્મની હાની થશે ત્યારે ધર્મના રક્ષણ માટે અને અધર્મના વિનાશ માટે સમયે સમયે સ્વયં જન્મ ધારણ કરીશ ભગવાન શ્રી વિષ્ણુના દસ અવતારોમાનો એક અવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર શ્રીમદભાગવત્ ગીતાના દસમા સ્કંદમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની અને એમની બાલ લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
ભાગવતની કથા પ્રમાણે જોઈએ તો મથુરા નગરી નો રાજા હતો ઉગ્રસેન તેમનો પુત્ર હતો કંસ અને તેમની બહેનનું નામ હતું દેવકી કંસ ખૂબ જ અધર્મી રાજા હતો તેમણે પોતાના પિતા પાસેથી પોતાનું રાજ પણ છીનવી લીધું હતું અને બંદી બનાવી કારાવાસમાં રાખ્યા હતા.
કંસની બહેન દેવકીના વિવાહ યદુવંશી રાજા વસુદેવ સાથે કરાવ્યા હતા. વસુદેવ અને દેવકીના વિવાહ સમયે થયેલી આકાશવાણી પ્રમાણે દેવકી અને વસુદેવનું આઠમું સંતાન કંસનો વધ કરશે આ આકાશવાણીના ડરથી કંસ એમના સાત સંતાનોને મારી નાખે છે અને આઠમા સંતાન તરીકે ભગવાન વિષ્ણુ સ્વયં જન્મ ધારણ કરે છે
વસુદેવ અને દેવકીના આઠમું સંતાન હોવાથી એમને જન્માષ્ટમી અથવા અષ્ટમીના દિવસે જન્મ થયો હોવાથી તેમને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આથી જ જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે. આ તહેવારને ગોકુળ આઠમ તરીકે પણ ઉજવીએ છીએ . આજ રોજ 06-09-2023 બુધવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં જન્માષ્ટમી પર્વની વિસ્તૃત માહિતી આપી તેનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. શાળામાં ધોરણ ૧ અને ૪ ના છોકરાઓ કાનુડો અને છોકરીઓ રાધા બનીને આવી નંબર પણ આપવામાં આવ્યા હતા. કાનુડાના જન્મોત્સવની ઉજવણી કરી. પછી દહી , માખણ , ચોકલેટની પ્રસાદી વહેંચી . ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓને કાનુડાનું પારણું ઝુલાવવાનો લાભ આપવામાં આવ્યો ત્યાર બાદ શાળા ના પટ્ટા ગંણમાં બધા કાનુડા અને રાધાએ રાસ રમ્યા અને મટુકી ફોડવાનો કાર્યક્રમ ઉજવ્યો. આમ શાળામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.