જૈન સંવત્સરી – ૨૦૨૩

      પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.

     પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમનઆ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં કષાયો અને વિકારો છૂપાયેલા પડેલા છે, તેનું શમન કરવાનું આ પર્વ છે.

           એક અર્થમાં, પરિવશન એટલે કે નિકટ રહેવું. વ્યકિતએ પોતાનાં આત્મભાવમાં રમણ રહેવાનું છે.

    પર્યુષણનું પર્વ એ આત્મસિધ્ધિનું પર્વ છે. અને તેથી એ સમય દરમ્યાન ચિત્તને ઉપવાસ, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધ્યાન ધારણા જેવી ધર્મ સાધનામાં પરોવવાનું હોય છે. પર્યુષણ ધર્મની આરાધનાનું વિશિષ્ટ પર્વ છે. જેનું લક્ષ્ય છે. કર્મનાં સંવર અને નિર્જરાનું સંવર એટલિં રોકવું અને નિર્જરા એટલે ખંખેરવું. આ શબ્દો પારિભાષિક છે, જે આચરેલા કર્મના સંદર્ભમાં વપરાય છે. અર્થાત હાથમાં આવેલા ફરજ રૃપી કર્મને બજાવી હાથ ખંખેરીને ઊભા થઈ જવું.

     લોકોત્તરમાં પર્યુષણ એ પ્રર્વાધિરાજ છે. આ સમયગાળામાં,પૂરા વર્ષમાં આચરેલા આસક્તિ ભર્યા કર્મનાં દુષ્પરિણામ ખંખેરીને, રાગદ્વેશને કારણે દુષિત થયેલા મનને સ્વચ્છ કરવાનું છે.

|| સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ ||

     ક્ષમાની ભાવનામાં ખળખળ મૈત્રીનું ઝરણું વહે છે. એમાંજ ડૂબકી લગાવવાથી જ સંસારમાં સુખની લાગણી અનુભવી શકય છે. ક્ષમાની લાગણી વગર જીવનમાં શાંતિ અને આનંદનું આગમન અશક્ય છે. ક્ષમા માગ્યા પછી કે આપ્યા પછી મનની સ્તિથિ જુદી જ બની જાય છે. હંમેશાં ભયમાં જીવતા મનુષ્ય ક્ષમારનાથી નિરાંત  અનુભવે છે. શત્રુતામાં કાયમ ડરનો વાસ રહે છે. વેરભાવના ક્યારેય કોઈને શાંતિથી જીવવા દેતી નથી. લડાઈ-ઝગડા દંડા-ફસાદ માં જો ક્ષમાનો માર્ગ પસંદ કરવામાં આવે તો તેનું કંઈક અદ્ભૂત જોવા મળે છે. બે પક્ષો દુશ્મન મટીને મિત્રો બની જાય છે.

સંસારમાં ક્ષમાપનાની ભાવના શાંતિ, મિત્રતા, સહિષ્ણુતા, વિશ્વાસ જેવી લાગણીઓ માટે એક સંજીવની પુરવાર થાય છે.

મિચ્છામિ દુક્કડમ્

      જૈનોની જો કોઈ પ્રથા ગમતી હોય તો તે ક્ષમા આપવાના પર્વ તરીકે પણ પ્રચલિત છે. બીજા કોઈ સમાજમાં પર્વ પ્રસંગે ક્ષમા માંગવાનો કે આપવાનો સમાવેશ કરવામાં આવતો નથી. માત્ર જૈનો જ આ ક્ષમા પર્વના શોધક છે. આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે વિતેલા વર્ષ દરમ્યાન પોતાની દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મન દુઃખ બદ્દલ ક્ષમા માંગે છે. શ્વેતાંબરો માટે આ  દિવસ પર્યુષણનો દિવસ હોય છે. અને દિગંબરો માટે આ દિવસ આસો વદ  એકમનો દિવસ હોય છે. મિચ્છામિ દુક્કડમ્બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે જો જાણતા-અજાણતા મારા કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા કે અન્ય કોઈપણ રીતે આપનું મન દુભાયું હોય   તો હું આપની ક્ષમા માંગુ છું.

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *