સુનિતા મેકર્સ સ્પેસ એ બાળકોની ક્ષમતા અને સર્વાંગી વિકાસ સાધતું મંચ. સુનીતા મેકર્સ
સ્પેસ એક એવી જગ્યા છે જ્યાં બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ કેળવાય છે. સુનિતા મેકર્સ
સ્પેસ અંતર્ગત બાળકો ના વિકાસ હેતુ વિવિધ સ્પર્ધાઓ યોજાતી રહે છે. બાળકોમાં રહેલી
સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી
પાડવા હેતુ આ વર્ષે “જુનિયર મેકર્સ
ડે– ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો
માટે, રંગકલા, કલાકારી, વિજ્ઞાન સારથી, ડાન્સિંગ લીફ, એક્ટિંગ બડ
જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાની
શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. આચાર્ય ધ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને શાબ્દિક
પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીનું સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યા
બાદ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી.
· રંગકલા : નર્સરીના બાળકો માટે રંગકલા સ્પર્ધાનું આયોજન કરવામાં
આવ્યું હતું.
બાળકોએ આપેલ ચિત્રમાં સુંદર રંગો પૂરી ચિત્રને જીવંત બનવી દીધું હતું.
· કલાકારી : જુ.કેજી અને
બાલવાટિકાના બાળકો માટે પોતાનામાં રહેલી કાલ્પનિક શક્તિ વિકસાવવા માટે કલાકારી
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ પોતાની કલ્પના મુજબ ચિત્ર દોરી
તેમાં રંગ પૂર્યા હતા.
· વિજ્ઞાન સારથી : આજનું વિજ્ઞાન
આવતીકાલની ટેકનોલોજી છે આ હેતુ સહ જુ.કેજી અને બાલવાટિકાના બાળકો માટે વિજ્ઞાન સારથી
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં
બાળકોએ વિવિધ પ્રોજેક્ટ, મોડેલ તેમજ
નાના પ્રયોગો પ્રસ્તુત કર્યા હતા.
· ડાન્સિંગ લીફ : નૃત્ય એ આત્માની
ભાષા છે. નૃત્ય ધ્વારા
બાળક પોતાની લાગણી તેમજ કલાને અભિવ્યક્ત કરી શકે છે આ હેતુ સાથે ડાન્સિંગ લીફ
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ વિવિધ વિષયો પર સંદેશપૂર્ણ
ડાન્સ પ્રસ્તુત કર્યો હતો.
· એક્ટિંગ બડ : બાળકોમાં રહેલી અભિનય ક્ષમતા વિકસે એ હેતુ સાથે એક્ટિંગ બડ
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ વિવિધ પાત્રોના અભિનય પ્રસ્તુત
કર્યા હતા.
· હસ્તકલા : કોઈ પણ પદાર્થ ઉપર કોઈ કારીગરી કરીને તેને સુંદર,
સુશોભિત અને આકર્ષક કલાકૃતિ તૈયાર કરવી એટલે
હસ્તકામ. બાળકોએ વિવિધ આકૃતિઓ, સુંદર દ્રશ્યો, નકામી વસ્તુ માંથી હેન્ગીંગ વગેરે બનાવીને પોતાની અંદર
રહેલી સર્જનાત્મક શક્તિને હસ્તકલા સ્પર્ધા ધ્વારા બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સ્પર્ધા એ
તમારી જાતને સાબિત કરવાની, તમારું મૂલ્ય શું છે તે સાબિત કરવાની, તમે શું આપી શકો છો તે બતાવવાની તક છે.
સ્પર્ધા બાળકોને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન
માટે પ્રેરિત કરે છે, માત્ર એટલું જ
નહિ જ્યારે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે છે ત્યારે તેઓ વધુ જિજ્ઞાસુ બની સ્વતંત્ર રીતે સંશોધન કરશે અને અન્ય લોકો
સાથે કામ કરવાનું શીખશે. આ ક્ષમતાઓ બાળકોને તમામ પ્રકારની ભાવિ
પરિસ્થિતિઓ માટે તૈયાર કરે છે. જુનિયર મેકર્સ ડે-૨૦૨૩-૨૪ સ્પર્ધાના વિજેતા ઘોષિત કરવા તેમજ ઇનામ સ્વરૂપે ટ્રોફી અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવા
માટે ઇનામ વિતરણનો કાયક્રમ રાખવામાં આવ્યો હતો ઇનામ વિતરણ
સમારોહ શ્રી. મુકેશ ધોળકિયા, શ્રીમતી અંજના ચેવલી અને શ્રીમતી અમી ગોડીવાલાની હાજરીમાં ઉજવવામાં
આવ્યો હતો, તેઓ બધા
જાણીતા ફાઇનઆર્ટ આર્ટિસ્ટ છે, ભારતના વિવિધ
ભાગોમાં આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરે છે. શ્રી દિવ્યેશ પટેલ જેઓ ડાન્સ
કોરિયોગ્રાફર, વિવિધ ચેનલો
પર ઘણા રિયાલિટી શો અને સ્પર્ધાઓમાં ભાગ લે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહનું સમાપન ભવ્ય ઈનામ વિતરણ સમારંભ સાથે થયું, જ્યાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત
કરવામાં આવ્યા. આ ક્ષણે
અમારા નાના વિદ્યાર્થીઓની મહેનત, સમર્પણ અને
પ્રતિભાને ઓળખી કાઢી. બાળકોના ચહેરા પરનું સ્મિત અને સિદ્ધિની ભાવના ખરેખર
હૃદયસ્પર્શી હતી.
અમારી શાળામાં સુનિતાની મેકર્સ સ્પર્ધાઓ અમારા નાના
વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક, વૈજ્ઞાનિક
અને કલાત્મક પ્રતિભાનો પુરાવો હતો. તે તેમના માટે તેમની કુશળતા અને તેમની ક્ષમતાઓનું પ્રદર્શન
કરવા માટે એક અદ્ભુત તક પૂરી પાડે છે.
આ સમારોહમાં માત્ર તેમની પ્રતિભાને જ નહીં પરંતુ નવીનતા અને
સર્જનાત્મકતાની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું છે જે ભવિષ્યમાં તેમને સારી રીતે
સેવા આપશે. દરેક સહભાગીઓને
તેમના ઉત્કૃટ પ્રદર્શન માટે અભિનંદન. કાર્યક્રમના
અંતમાં ઉપાચાર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી તેમજ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું
સમાપન થયું હતું.