Navratri Celebration – 2023

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।।
पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।।
नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।

નવરાત્રિ એટલે નવચેતના અને આરાધના નું પર્વ.ગુજરાત નો નવરાત્રિ મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છેનવરાત્રિ આવતા જ ચારેબાજુ નું વાતાવરણ ભક્તિમય બનીજાય છે અને લોકો માં અનેરો થનગનાટ જોવા મળે છે ,આમતો નવરાત્રિ એક વર્ષ માં ચાર હોય છે. ચૈત્રનવરાત્રિ,વાસંતિક,શારદીય,અને ધર્મ ગ્રંથો મુજબ મહામાસ માં ગુપ્ત નવરાત્રિ. પણ,શારદીય નવરાત્રિ નું ભારત માં વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રિ માં નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની દિવ્ય શક્તિઓ સુક્ષ્મ રૂપે મહત્તમ વરસતી હોય છે.

બાળકો આપણા સંસ્કૃતિક તહેવારનું મહત્વ સમજે હેતુ સાથે ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં નવરાત્રી ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને આચાર્યશ્રીએ નવરાત્રી પર્વ તેમજ દશેરાનું સરળ શબ્દમાં મહત્વ સમજાવ્યું. શિક્ષકો ધ્વારા નવદિવસના માતાજીના નવ સ્વરૂપો તેમજ નવ દિવસનું મહત્વ, અધર્મ પર ધર્મનો વિજય તેમજ દશેરા મહત્વ સમજાવતું નાટ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. નવરાત્રી નિમિત્તે બાળકોએ માતાજીના ચિત્રમાં રંગ પૂરી શણગારવામાં આવ્યા. સુનીતા મેકર્સસ્પેસ અંતર્ગત બાળકો તેમજ માતા-પિતા માટે નવલી નવરાત્રી માતાજીને સંગેસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

નાની બાળકીઓએ પ્રથમ દિવસેમાં શૈલીપુત્રી,બીજા દિવસે બ્રહ્મચારીણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા,પાંચમાં દિવસે સ્કંદમાતા, છટ્ઠાદિવસે કાત્યાયની, સાતમા દિવસે  કાલરાત્રી,આઠમાં દિવસે મહાગૌરી,નાવમાં દિવસે સિદ્ધિદાત્રી, આમ નવદિવસ ના માતાજીના નવ સ્વરૂપોની નાની બાળકીઓએ  વક્તવ્ય પ્રસ્તુત કર્યું. બાળકો ટ્રેડીશનલ કપડાં પેહરીને ગરબા પણ ખુબ ઉત્સાહ પૂર્વક રમ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *