સરદાર પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ

થોડું વધુ સરદાર પટેલ વિશે

       ચરોતર પ્રદેશ નામે ઓળખાતો ખેડા જીલ્લો કે જેને ફાર્બસે, “ઉત્તમ ખેતી અને રમ્ય વૃક્ષરાજથી દીપતો રમણીય પ્રદેશ” કહ્યો છે. તો જેમ્સ કેમ્પબેલે જેને“સમૃદ્ધ, સુડોળ અને સુઘડ પ્રદેશ” તરીકે વર્ણવેલ છે. એવા ભારતખંડના બગીચા  જેવો ચરોતર પ્રદેશ જેના ખેડા જીલ્લાના નાનકડા ગામ કરમસદમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ થયો હતો. અખંડ ભારતના વિધાતા  એવા સરદાર વલ્લભભાઇ પટેલે રાજકારણ, સ્વચ્છતા, લોકકલ્યાણ, રાજ્યોનું એકીકરણ વગેરે ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપેલ છે. આજે આપણે જે અખંડ ભારતને જોઇએ છીએ તે સરદાર પટેલની જ દેન છે. એવા સરદાર પટેલની શિક્ષણ  (કેળવણી) ના ક્ષેત્રમાં થયેલા યોગદાનની વાત કરીશું. સરદાર પટેલના મંતવ્ય પ્રમાણે માણસનું ‘મનુષ્યત્વ’ ખીલી ઊઠે અને માનવ તરીકે બજાવવાના ધર્મ પ્રત્યે જાગ્રત કરે છે. એ કેળવણીનો પ્રમુખ સૂર છે. “કેળવણી બે પ્રકારની છે એક કેળવણી માણસની માણસાઇ લઇ લે છે, બીજી માણસને માણસાઇનું ભાન કરાવે છે, એક માણસને મદમાં ચકચૂર કરેછે, બીજી માણસને પુરૂષ અને સ્ત્રીને તેના ધર્મ પ્રત્યે જાગ્રત કરે છે. આ બીજી તે જ સાચી કેળવણી.” સરદાર પટેલે સમગ્ર કેળવણીને સમાજ તેમજ રાષ્ટ્રના પાયા તરીકે વિચારી છે. તેમના મતે જેવી કેળવણી હશે તેવો રાષ્ટ્રનો પાયો નંખાશે.

સરદારના કેળવણી વિષયક વિચારો  :

       વલ્લભભાઇ કહેતા કે ભણવું જ હોય, તો સ્વાશ્રયી બન્યા  વગર નહીં  ચાલે. આ વાત છ વર્ષની  નાની ઉંમરમાં જ તેમના મનમાં સમાઇ ગઇ હતી. આમ, તેમણે જ્ઞાનને અનુભવો દ્વારા મેળવવા માંડયું. આમ કોઠે ચઢેલી વિદ્યા  મેળવવાની શુભ શરૂઆત થઇ. જે પછીના તેમના વિદ્યાર્થી  જીવન માટે સાચી વિદ્યા બની  ગઇ. વલ્લભભાઇના મતે નિશાળે  ભણવા જવાનું એનો અર્થ  એ ન હતો ફક્ત ભણવાનું જ કામ કરવાનું. ભણવાની સાથે-સાથે તેઓ ખેતીમાં પિતાને  મદદ કરતાં ઘર અને આંગણાને સ્વચ્છ રાખતા. ઘરથી ખેતર સુધીના માર્ગ માં જે સમય જાય ત્યાં તેઓ સમયને વેડફી ન દેતા અને આંક બોલતા  કોઇક વાર ઝવેરભાઇ તેમને  વચ્ચે અટકાવીને પલાખાં પણ પૂછતાં. આમ વલ્લભભાઇના મતે સાચી કેળવણીએ માત્ર ભણવામાં કે પુસ્તકમાં જ નથી પરંતુ ઘરની જવાબદારી  નિભાવવી પોતાના ઘર અને ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી, એક-બીજાને  મદદ કરવી, ખેતરમાં સઘળુ કામ શીખવું આ તમામ બાબતોને કેળવણીમાં સમાવી લેવું.

       સરદાર વલ્લભભાઇ પટેલની વિચારસરણી  અનુસાર શિક્ષણમાં શ્રેષ્ઠ ચિંતન  હોય, સ્વદેશ પ્રેમ હોય, સૃષ્ટિનું સૌન્દય નિરખવાની  દ્રષ્ટિ  હોય, આત્મૈક્ય  હોય, જીવનની વાસ્તવિકતા  હોય, સત્યનું દિવ્ય  તેજ હોય, તેવું શિક્ષણ કે જે પ્રગતિનાં સાચા માર્ગે દોરી વાસ્તવિકતા નો ખ્યાલ આપી નિરંતર  ઉત્સાહ, પ્રેરણા સંતોષ અને આનંદ આપી જીવનનું ઉત્થાન કરતું હોય તેવું શિક્ષણ જ સાચું શિક્ષણ છે.સરદાર પટેલ કહે છે કે શ્રેષ્ઠ શિક્ષણ માનવીને“મનુષ્યત્વ” ધરાવતો પીઢ, વિવેક શીલ, ચારરત્ર્યશીલ, ઉમદા-ઉદાત્ત માનવી બનાવે છે. શિક્ષણ નવો દૃષ્ટિકોણ  પેદા કરી ક્રાંતિ  લાવેછે. શિક્ષણએ વ્યક્તિથી માંડીને ગામ, સમાજઅને રાષ્ટ્રને વિકાસશીલ બનાવે છે તેમજ જીંદગી જીવવાનું સાહસ પુરૂં પાડે છે.સરદાર માતૃભાષાની સાથે-સાથેઅંગ્રેજી શિક્ષણ ના પણ હિમાયતી હતા. તેમણે અંગ્રેજી શિક્ષણનો બહોળો ફેલાવો કરવાની જરૂરત પર ભાર મૂકતા જણાવ્યું કે, “અંગ્રેજી વિદ્યા  પ્રતાપે દેશમાં જાગૃતિ  વધી છે. એ જ વિદ્યાના બળે આપણે બીજા  દેશની સ્થિતિ  સમજતા થયા છીએ. એ જ વિદ્યા  આપણને ઉન્નતિનો  માર્ગ બતાવે અને એ જ અંગ્રેજી વિદ્યા  આપણને સમૃદ્ધિના શિખરે  લઇ જશે.”

       સરદાર વલ્લભભાઇ પટેલે દેશના લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટે સ્વદેશી શિક્ષણની હિમાયત કરી. સાથે ઉદ્યોગને પણ અત્યંત મહત્વનું ગણાવેછે.સરદાર પટેલ એવું શિક્ષણ  ઇચ્છે છે કે જે શાળા-સમાજ, ગામ-રાષ્ટ્રને એકતાર કરનાર હોય અને જ્યાં માનવીયવ્યવહાર, માનવીય પારસ્પરિક  સામાજિક  વ્યવહાર સમજપૂર્વક  થતો હોય. બાળકની સ્વચ્છતાનું, રહેણીકરણીનું, સભ્યતાનું, તાલીમનું ઘડતર શિક્ષણકાળ દરમ્યાન જ થવું જોઇએ, જેથી શાળાને તેઓ સમાજના લઘુસ્વરૂપ તરીકે સ્વીકારે છેભવિષ્યના  જીવનનું સંપૂર્ણ માનવ ઘડતરનું ભાથું વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન જ પ્રાપ્ત થવું જોઇએ.સરદાર પટેલે સ્વાવલંબી  કેળવણીને દ્રષ્ટિ  સમક્ષ રાખી છે. જેથી વિદ્યાર્થીઓને  સામાજિક કેળવણી અભ્યાસ દરમ્યાન પ્રાપ્ત થાય તેમજ સ્વાશ્રયી શિક્ષણ પણ સાથેસાથે પ્રાપ્ત થાય એવી શિક્ષણની વ્યવસ્થા જરૂરી છે.સરદાર પટેલ સ્ત્રી કેળવણી વિશે કહેતા કે ભવિષ્યની પ્રજા ઘડતર માટે “છોકરીઓને કેળવણી આપે તો યોગ્ય સ્વતંત્રતા આપવી જ જોઇએ. કેળવણી ન આપો તો આપણા સંસારનું એક અંગ અપંગ રહે છે. તેથી ભવિષ્યની પ્રજા ઘડાતી નથી. અને તેની પ્રગતિ  રૂંધાય છે.” આમ, સરદાર સ્ત્રીઓની કેળવણી વિશેષણ  સજાગ હતા. તેઓ “બધી ઉન્નતિથી કૂંચી જ સ્ત્રીની ઉન્નતિમાં જ છે.” એમ કહે છે.

       સરદાર પટેલની દ્રષ્ટિએ અક્ષરજ્ઞાન એ કેળવણી નથી. અમદાવાદમાં વિદ્યાપીઠમાં સ્નાતકો સમક્ષ (તા.૧૨/૦૧/૧૯૩૦) રજૂઆત કરતાં જણાવેછે, – પુસ્તકીય કેળવણીની પરવા ન કરો, એવા માણસો ખુબ મળે છે.“ડીગ્રી મેળવેલા મારી પાસે ઘણા આવેછે. મને તેમની દયા આવે છે. ડીગ્રી અને ન ડીગ્રીવાળા બંને ભટકે છે. કારણ કે જગતની ડીગ્રી વગર બધું નકામું છે” આમ, સમગ્ર કેળવણીનો ઉદ્દેશ્ય મનુષ્યના ‘મનુષ્યત્વ’ ને ખીલવવાનો છે.

       આમ, સરદાર પટેલના મંતવ્ય અનુસાર શિક્ષણનું કામ એ ચારિત્ર્ય ઘડતર એટલે કેબાળકમાં  સદગુણોની સમજ કેળવી સદગુણોની ખીલવણી કરવાનું છે, સદગુણોથી સંસ્કારિતા  આવે, સંસ્કારિતાથી સંસ્કૃતિનો વિકાસ  થાય છે. શિક્ષણ  દ્વારા સદગુણોની ખીલવણી થાય છે જે આપણને સારા વર્તન  તરફ લઇ જાય છે. સારૂ વર્તનએ આપણને સંસ્કારિતા તરફ અને સંસ્કારિતા એ કલા તરફ અર્થાત સંસ્કૃતિ તરફ દોરી જાય તેવી કેળવણી હોવી જોઇએ.

       તારીખ ૩૦/૧૦/૨૦૨૩ સોમવાર ના રોજ સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે કોન્ફરન્સ હોલમાં ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને શાળાના આચાર્યશ્રી દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8 અને 9 વિદ્યાર્થીઓએ સરદાર પટેલના જીવન ચરિત્ર વિશે સ્પીચ આપી હતી, જેનાથી વિદ્યાર્થીઓએ સરદાર પટેલના ગુણો, સહનશીલતા, નીડરતા, વગેરે બાબતોથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા, તેમજ શાળાના શિક્ષકો દ્વારા પણ સરદાર પટેલ વિશે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું, અને જય વસાવડા દ્વારા નિર્મિત વિડીયો પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓ સરદાર પટેલના વિચારો અને જીવન ચરિત્રથી માહિતગાર થયા હતા, દેશ માટે સરદાર પટેલ દ્વારા જનહિત માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમજ 562 રજવાડાઓને એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય સરદાર પટેલ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું, જે આજે પણ આપણે યાદ કરીએ છીએ, અને સહનશીલતાની મૂર્તિ એવા સરદાર પટેલને લોખંડી પુરુષ પણ કહેવામાં આવ્યા છે, આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સરદાર પટેલના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ બાબતો જાણી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *