“પહેલું સુખ તે જાતે નર્યા”
આ કહેવત સાર્થક કરે છે કે આપણું શરીર સ્વચ્છ હોવું જોઈએ.
આજ રોજ અમારી શાળામાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન નિમિત્તે ટોક-શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક-શોમાં મહેમાન શ્રી તરીકે ડૉ. આકાશ વાઘાણી હાજર રહ્યા હતાં. અને તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યાં હતાં. અને વિદ્યાર્થીઓને કેન્સર વિશે માહિતી આપી હતી.
કેન્સર એક એવી બીમારી છે કે જેનું નામ સાંભળીને લોકમાં ડર ઉદ્ભવે છે. શું તમે જાણો છો કે કેન્સર શું છે? કેન્સર કેવી રીતે થાય છે? કેન્સરના પ્રકાર કેટલા છે? કેન્સરના રોગના ઉપાય માટે શું કરવું જોઈએ વગેરે અંગેની માહિતી ડૉ.આકાશ વાઘાણી દ્વારા આપવામાં આવી હતી.
કેન્સર એ અસામાન્ય કોષના વિકાસને લાગતાં રોગોનું એક જૂથ છે. જે શરીરના અન્ય ભાગોમાં આક્રમણ કરવા અથવા ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.
કેન્સર એ કોઈ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બીમારીઓના સમૂહ છે. કેન્સર ૧૦૦ કરતાં પણ વધારે પ્રકારનું હોય છે. મોટાભાગના કેન્સરના નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેના પરથી હોય છે. દા.ત. મોટા આંતરડાના મોટા ભાગથી શરુ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહે છે અને ચામડીના પાયાના કોષોથી જે કેન્સરની શરૂઆત થઇ હોય તેને ચામડીનું કેન્સર કહેવામાં આવે છે.
કેન્સર શબ્દ એ બીમારી માટે વાપરવામાં આવે છે. જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શક્તિમાન બને છે. કેન્સરના કોષો લોહી અને લસીકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
કેન્સરના મુખ્ય પ્રકાર:-
૧) કાર્સીનોમા
૨) સકોમા
૩) લ્યૂકોમિયા
૪) લીમ્ફોમા અને માઈલોમા
૫) સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કેન્સર
આમ આ ટોક-શો દ્વારા કેન્સરને લગતી માહિતી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને તેમના જીવનના સ્વસ્થ શરીર રાખવા માટે ઉપયોગી પૂરવાર થશે.