જેની ભાષામાં સભ્યતા હોય
એના જીવનમાં ભવ્યતા હોય
શિક્ષકો
વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે. તેઓ નવી પેઢીઓને વધુ સારી દુનિયા બનાવવા માટે
શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડે છે.જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને
સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર ઔલાવી શકાય
છે.શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે.શિક્ષકે
લાગણીશીલ પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું.
ભાષા એ
અભિવ્યક્તિ નું માધ્યમ છે.એ ભાષા જ્યારે જોડણી,
અનુસ્વાર
વિરામચિહ નો જેવા આભૂષણોથી સજજ બને ત્યારે વધુ સરળ સ્પષ્ટ અને સુંદર બને
છે.ભાષાઓનો ઉપયોગ વિચારોની આપલે માટે થાય છે. ‘ભાષા સજ્જતા‘ દ્વારા
ભાષા સંરચના માટે જરૂરી અંગોની મતિ અનુસાર સરળ સમજૂતી આપવા એક પ્રયાસ કર્યો છે.
શિક્ષકોને વધુ તાલીમ બંધ કરવા માટે
ગજેરા વિદ્યાભવન ઉત્રાણ અને કતારગામના પ્રાઇમરી વિભાગના શિક્ષકો માટે આચાર્યશ્રીઓ
દ્વારાભાષા સજ્જતા તેમજ શિક્ષણ અને સમાજ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
હતું.જેમાં સેમીનારના વક્તા ગુજરાતી ભાષાના પ્રોફેસર શ્રી પ્રવીણભાઈ શલીયા એ ભાષા
સજ્જતા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા.તેમાં તેણે કલાપી નું કાવ્ય ‘ગ્રામ માતા‘ ની વિશેષ સમજૂતી છંદ ગાયને સમજાવી
હતી.કાવ્ય દ્વારા તેમણે ગુજરાતી ભાષાના દરેક છંદની પણ માહિતી આપી હતી.ત્યારબાદ
હિરેનભાઈ કાકડીયા સમાજશાસ્ત્ર વિષયને રસમય કેવી રીતે બનાવવો બાળકોને જ્ઞાનની સાથે
ગમ્મત કરતા કરતા અભ્યાસ કરાવવો એવી વિશેષ માહિતી દ્વારા તાલીમ આપી હતી.
શિક્ષકો શિક્ષણમાં ભાષા સજ્જતાની
તાલીમ દ્વારા વાકેફ થયા તેમ જ ક્ષત્રિય વર્ગખંડ રાખવા માટે શિક્ષકોએ નવા મોડેલ અને
નવી તકનીકો સાથે અપનાવી જોઈએ અને બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.