તારીખ 9 ડિસેમ્બર 2023 ના રોજ શ્રીમતી એસ .એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળાના શિક્ષકો માટે SUKAAYA PHYSIO CARE તરફથી ડૉ.અમીષાબેન લીંબાણી દ્વારા POSTURAL AWARENESS WORKSHOP રાખવામાં આવ્યો હતો જેમાં તેઓ દ્વારા શિક્ષકમિત્રોને પોતાના દિનભરના કાર્ય દરમિયાન જેટલો પણ સમય મળે એ સમયમાં કેવી રીતે બેસવું- ઊભા રહેવું –ચાલવું- આરામ મેળવી લેવો વગેરેની જાણકારી નાના નાના POSTURE ના ફાયદા બતાવ્યા હતા. શિક્ષક તરીકે સતત બોલતા રહેવું પડે, એક્ટિવ રહેવું પડે, કાર્યશીલ રહેવું પડે, તેમજ ઊભા રહીને શિક્ષણ કાર્ય કરાવવાનું હોય આ પ્રકારના કાર્યશીલ દિવસ દરમિયાન જો શિક્ષક ધારે તો પોતાના શરીરના જકડાયેલા ભાગો માટે અથવા તો શરીરના સતત એક જ પરિસ્થિતિમાં કાર્યશીલ ભાગ માટે જેમ કે બોર્ડ પર લખવાનું કામ વધારે થતું હોય તેવા સંજોગોમાં હાથની કસરત ,ઊભા રહેવાની પરિસ્થિતિ વગેરે કઈ રીતે કેળવવી એ અંગેનું ઝીણવટ ભર્યું માર્ગદર્શન ડો. અમીષાબેન આપ્યું હતું. કસરતની સાથે શિક્ષક મિત્રોએ પોતાની રોજબરોજની ખાણીપીણીની શૈલીમાં પણ ધ્યાન રાખવા માટે જાણ કરી હતી. જો શિક્ષકો અમુક ચોક્કસ પ્રકારના POSTURE નો ઉપયોગ કરીને – ઉભા રહે- લખવાનું કામ કરે એવા સંજોગોમાં શિક્ષકને કોઈપણ લાંબા ગાળાની શારીરિક બીમારી થઈ શકતી નથી. આ કામ શિક્ષક દરરોજ જ કરી શકે છે અને તેથી ડૉ. અમીષાબેન દ્વારા પ્રેક્ટીકલ કસરત બતાવવામાં આવી હતી.
તેમણે એ પણ જણાવ્યું હતું કે આપણે રોજિંદા જીવનમાં રોજબરોજનું જે કામ કરીએ છીએ એ કસરત નથી પરંતુ દૈનિક કાર્ય દરમિયાન આપણા શરીરના અંગોનું જકડાઈ જવું એ લાંબા સમયે બીમારીમાં પરિણમી શકે છે જેથી એના માટે ખૂબ જ ટૂંકા ગાળાની કસરતો બેસતા- ઉઠતા કરી લેવી જોઈએ. કેવી રીતે બેસવું ,વજન કેવી રીતે ઉપાડીને ઊભા થવું ,રાત્રે સૂવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ,સુતા બાદ કઈ રીતે ઉભા થવું જોઈએ, ઉઠીને તરત કેવી રીતે ચાલવું જોઈએ, ચાલતી વખતે તમારા પગ એડી અને પગની પાનીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ,આ દરેક બાબતનું માર્ગદર્શન ડૉ. અમીષાબેને શિક્ષક મિત્રોને આપ્યું હતું
એમણે કસરત કરવાના અન્ય જોરદાર ફાયદા જણાવ્યા હતા.
કસરત રોજ કરવી જોઈએ રોગોથી બચાવે છે કસરત શરીર અને મન બંનેને રાખે છે સ્વસ્થ આખા શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. હૃદયની કાર્યક્ષમતામાં વધારો થાય છે. હૃદય મજબૂત બને છે. કસરતને કારણે ઈન્સ્યૂલિનની જરૂરિયાત ઘટે છે. લોહીના ગ્લુકોઝ પર નિયંત્રણ આવી શકે છે અને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટે છે.નિયમિત કસરત કરવાથી અકાળે થતાં મૃત્યુની શક્યતામાં ઘટાડો થાય છે. રોજ કસરત કરવાથી સ્નાયુઓ ઉપરાંત હાડકાં અને સાંધાની મજબૂતી પણ વધે છે. ઉંમર વધવાની સાથે મસલ્સ નબળાં થવા લાગે છે. જો રેગ્યુલર કસરત કરવામાં આવે તો મસલ્સ સ્ટ્રોન્ગ બને છે.રેગ્યુલર કસરત કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ સુધરે છે. જેનાથી કેલરી બર્ન કરવામાં અને ડાઈજેશન સુધારવામાં મદદ મળે છે. વજન પણ કંટ્રોલમાં રહે છે.નિયમિત કસરત કરવાથી કેન્સર અને બીપી જેવા ઘાતક રોગો દૂર રહે છે. સ્ટ્રેચિંગ કરવાથી ઘૂંટણ, સાંધાઓ, ગરદન અને પીઠના મસલ્સ ફ્લેક્સિબલ બને છે. રેગ્યુલર કસરત કરવાથી બોડી પેઈન દૂર થાય છે.નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા (ડિપ્રેશન) માંથી મુક્ત થઈ શકે છે.
કસરત દરમ્યાન બ્લડ ફ્લો તેજ થઈ જાય છે અને કસરત બાદ સ્લો થઈ જાય છે. આનાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. કસરત કરવાથી બોડી ફંક્શન સુધરે છે. તેનાથી વધતી ઉંમરની સાથે થતી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને આપણે લાંબા સમય સુધી હેલ્ધી અને યંગ રહી શકીએ છીએ.કરવાથી બ્રેન એક્ટિવ બને છે. જેનાથી આખો દિવસ એનર્જી મળે છે. રોજ 30 મિનિટ કસરત કરવાથી મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ ઈમ્પ્રૂવ થાય છે.