Without mathematics, there’s nothing you can do. Everything around you is mathematics. Everything around you is numbers.
ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી હતા તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887 માં કોઈમ્બતુરના ઇરોડ નામના એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કોમલતામલ અને પિતાનું નામ શ્રી નિવાસ અયંગર હતું. રામાનુજનના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા 2011 થી 22 ડિસેમ્બર ને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી,અને સાથે સાથે 2012 ના વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવ્યું અને શ્રી નિવાસ રામાનુજન ને વર્ષ 1918 માં Follow of the Royal society award પણ આપવામાં આવ્યો હતો.
શ્રી નિવાસ રામાનુજનના પિતાએ તેમને પ્રાથમિક શાળામાં ભણવા મુકેલા ત્યારે પ્રાથમિક શાળાની પરીક્ષામાં તે તાજોર જિલ્લામાં પ્રથમ નંબરે પાસ થયા હતા. તેમને અનેક શિષ્યવૃત્તિઓ અને ઇનામો મળ્યા તેમ જ માધ્યમિક શિક્ષણ પૂરું કરીને 1903 માં 16 વર્ષની ઉંમરે મેટ્રિક્સની પરીક્ષામાં વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયા ત્યારબાદ તે કોલેજમાં દાખલ થયા. શ્રીનિવાસને ગણિત પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને હંમેશા ગણિતમાં રચ્યા પચ્યા રહેતા તેમણે ગણિતના મોટા મોટા ગ્રંથો વાંચીને પોતાની નવી નોંધો તૈયાર કરી હતી. ગાણિતિક સમસ્યાઓને હલ કરવા અને ગણતરીને સરળ કરવા રમત સિદ્ધાંતની રચનામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું અને વિશ્લેષણ તેમજ સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રોમાં ગહન યોગદાન આપ્યું હતું.
સૌપ્રથમ ઈ. સ. પૂર્વે 800 ની આજુબાજુના સમયમાં થયેલ બૌદ્ધાયાન વિશે જાણીએ જેમણે 2 ના રૂટ ની કિંમત આપી અને પાયથાગોરસની થીયરી વિશે માહિતી જણાવી પછી બીજા આર્યભટ્ટ જેમણે સૌરમંડળની કક્ષા , પૃથ્વીની ભ્રમણ કક્ષા, πની કિંમત માં પોઇન્ટ પછી ૪ અંક ની કિંમત અને પૃથ્વીના પરિઘ ની માહિતી આપી તથા બ્રહ્મગુપ્ત Zero , numbers system વગેરે જેવી માહિતી ઉજાગર કરી. ગણિત દિવસના દિવસે જે ચરિત્રો એ આપણને માહિતી આપી અને રોજિંદા જીવનમાં ગણતરી સરળ કરવા મદદ કરી તેના વિશે જાણીએ.
ગણિત વિષય એ એવો વિષય નથી કે જીવનમાં ઉપયોગી ન થાય ,એવું આપણે ઘણું ભણીએ છીએ જે આપણા જીવન માટે ખાસ મહત્વ ન રાખતા ફક્ત જાણકારી માટે યાદ રાખીએ છીએ પરંતુ ગણિત વિષય એ ભણવા કરતા માણસ ના જીવનમાં ઉતારવા જેવો વિષય છે.
પ્રાચીન સમયમાં બીજા ઘણા મહાન ચરિત્રો થઈ ગયા, જેઓએ ગણિતક્ષેત્ર માં પોતાનું જ્ઞાન વિશ્વને આપીને મદદ કરી જેવા કે આર્યભટ્ટ,બ્રહ્મગુપ્ત,મહાવીર, ભાસ્કરાચાર્ય,બુદ્ધાયન,પિંગલા, વરાહમિહર વગેરે ગણિતશાસ્ત્રીઓએ ગણિતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
“Mathematics is
not about numbers, equations, computations, or algorithms: it is about
understanding
એક વાક્ય મસ્ત છે કે
ભગવાન એ એક મહાન ગણિતશાસ્ત્રી હોવા જોઈએ તો જ આ સૃષ્ટિની ગોઠવણી આવી સરસ કરી શકે
એટલે જો ભગવાનને સમજવા હશે તો ગણિત સમજીને જાણવું તો પડશે જ.
ધોરણ 1 અને 2 ના બાળકોને શિક્ષકો
દ્વારા ગણિતને લગતી રમતો રમાડી હતી અને ધોરણ 3
અને 4ના બાળકોની ક્વિઝ
કોમ્પીટીશન કરી હતી જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .