“મનમાં સ્વતંત્રતા , શબ્દોમાં શક્તિ,
આત્મામાં ગર્વ અને હદય માં વિશ્વાસ
ચાલો પ્રજા સત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ “
ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે. આથી ભારતમાં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારોની ઉજવણી થાય છે જેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને આ તહેવાર કશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારત ભરમાં ખૂબ હર્ષોલ્લાસ થી ઉજવાય છે. આજનો આ દિવસ ભારતનો ગૌરવવંતો દિવસ છે. જે રાષ્ટ્રીય ઉત્સવ તરીકે મનાવામાં આવે છે. જેથી બધા જ સંપ્રદાયના લોકો આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
ભારત રાજ્યનો એક સંઘ છે. આ સંસદીય પ્રણાલીની સરકાર વાળું એક ગણરાજ્ય છે આ ગણરાજ્ય ભારતના બંધારણ મુજબ શાસન કરે છે જેને બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના દિવસે સ્વીકાર્યું અને 26 જાન્યુઆરી 1950 માં લાગુ પાડવામાં આવ્યું. બંધારણ સભાએ લગભગ ત્રણ વર્ષ ( ૨ વર્ષ 11 મહિના 17 દિવસ ) માં ભારતનું બંધારણ તૈયાર કર્યું. આ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર છે. આ દિવસે ભારત બ્રિટીશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો.
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી 1950 ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.
26 મી જાન્યુઆરીના દિવસે નવી દિલ્લીમાં ગણતંત્રની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બધી શાળાઓ , ઓફિસો અને સરકારી કચેરીમાં રજા હોય છે. રસ્તા ઉપર આઝાદીની રેલીઓ કાઢવામાં આવે છે, શાળાઓમાં ધ્વજ વંદન થાય છે અને બાળકોને મીઠાઈ ની વહેચણી કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે.
અમારી શાળા ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં ટ્રસ્ટીશ્રી , મહેમાનો અને આચાર્યશ્રી છાયાબેન ભાઠાવાલા ના માર્ગદર્શન હેઠળ દવજવંદનનું આયોજન કરવામાં આવ્યું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં બાળકોએ જુદી-જુદી કૃતિઓ રજૂ કરી. અનેધોરણ- ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ માટે સ્વાતંત્ર્ય સેનાનીઓના એક પાત્રીય અભિનયની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે પાંચ વાક્ય બોલી પોતાના પાત્રની ખુબ ઉત્સાહપૂર્વક રજૂઆત કરી હતી. અને દેશભાવના વિકસાવી.ધોરણ – ૩ અને 4 ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાની કલાને નિખારી ખૂબ જ સુંદર ચિત્ર બનાવ્યા.
પ્રજાસત્તાક દિવસ આપણા સૌ ભારતીયોમાં આનંદ ,ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. અને દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરીએ કે અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ,અને પોતાના દેશની રક્ષા , ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહીએ.
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ ગૌરવશાળી દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતના જીવનને દેશને નામ કરનાર અને દેશ માટે બલિદાન આપનાર આપણા દેશના વીર સપૂતોને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક કૃતિઓની જેમકે ડાન્સ, ગીત-સંગીત, યોગા, સ્કેટિંગ ડાન્સ, સ્પીચ વગરે તેમજ વિદ્યાર્થીઓ અને એન.સી.સી. ગર્લ્સ બટાલિયન દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવી. આજના દિવસની આ ઉજવણીમાં શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, હવાલદારશ્રી સી.એમ.પાટીલ સાહેબ (એક્સ આર્મી મેમ), આસિ.કમાન્ડન્ટશ્રી રાહુલ પાટીલ સાહેબ (BSF), હવાલદારશ્રી મુકેશ પાટીલ સાહેબ (એક્સ આર્મી મેમ), શ્રી પી.બી.મકવાણા સાહેબ (એક્સ આર્મી મેન), મીસીસ પી.બી.મકવાણા, શ્રી ગણેશવાલ સાહેબ (એક્સ આર્મી મેન), ડૉ.મોહિત ગોયલ સાહેબ (ન્યુરો સર્જન), ડૉ.શિવાની ગોયલ (બોર્ડ પ્રમાણિત મનોચિકિત્સક), ડૉ.હરેશકુમાર કોરાટ સાહેબ (સંયોજક, ગુજરાત રાજ્ય પ્રધાન મંત્રી જન ઔષધિ કેન્દ્ર), શ્રી મૂર્તિમનદાસ પ્રભુજી (ઇસ્કોન મંદિર) ઉપસ્થિત રહી ધ્વજવંદના કરવામાં આવી હતી. તદ્દઉપરાંત આમંત્રિત મહેમાનોએ શાળાના વિદ્યાર્થીઓને દેશ અને દેશની આઝાદી માટે કેવાં બલિદાનો આપ્યા છે અને આજે આધુનિક સમયમાં દેશની અસ્મિતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે દેશના જવાનો અને નાગરીકો શું શું કરે છે અને શું શું કરવું જોઈએ તેના વિશે પ્રોત્સાહિત કર્યા હતા.
આમ, ૭૫મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાળા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાની અધ્યક્ષતામાં અને માર્ગદર્શનમાં કરવામાં આવી હતી. જેમાં ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના તમામ વિભાગના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી ભારત દેશનો મહિમા અને કીર્તિમાં વધારો કર્યો હતો.
“ના પૂછો જમાને સે કી ક્યા હમારી કહાની હૈ.
હમારી પહચાન તો સબ ઈતની હૈ કી હમ સબ હિન્દુસ્તાની હૈ.”
” જય હિન્દ “