વાર્ષિક રમોત્સવ – ૨૦૨૪

સફળતા એકમાત્ર મૂળ મંત્ર છે યોગ્ય દિશામાં

આખરી મહેનત કરવામાં આવે અને જ્યાં સુધી લક્ષ્ય

પહોંચી પહોંચી ન શકાય અટકવું જોઈએ નહીં.

   શારીરિક શિક્ષણમાં રમતોનું એક આગવું સ્થાન છે. મેદાનની રમતો દ્વારા અઘરા લાગતા ઉદ્દેશોને સહજ રીતે સિદ્ધ કરી શકાય છે.

 

   સમાજ અને રાષ્ટ્રજીવનમાં અધિકારથી રમતોનું સ્થાન અનેરૂ રહ્યું છે. વિદેશી રમતોની ઘેલછા વચ્ચે અને ગુણો ખીલવતી અને સંસ્કારોની સિંચન કરતી ભારતીય રમતોનું સ્થાન જનમાનસ માં આજે પણ અકબંધ છે.

અનેક રમતો પૈકી સાધનોથી રમાતી રમતોનું શિક્ષક અને રમતવીરોમાં વિશેષ આકર્ષણ હોય છે. શિક્ષકો માટે દરેક રમત રમવાના આનંદ સાથે ગુણ વિકાસ કરનારી બને તો જ રમતના ઉદ્દેશો સિદ્ધ થયા કહેવાય.

  દિન દિન નવમ નવમ એમ રમતો અને તેના સાધનોની પસંદગી અને ઉપયોગીતા માં સતત નવીન પ્રયોગો કરી ખેલાડીઓમાં શ્રુતિનું સાતત્ય જાળવી રાખવું જોઈએ.

    આ ભારતીય રમતો વર્તમાન કે ભવિષ્યમાં વૃદ્ધો, યુવાનો અને બાળકોને શૌર્ય અને શાલીનતા ના પાઠ શીખવશે. ઓછા સાધનોથી રમી શકાતી આપણી આંગણાની રમતો મેદાનમાં જીવન જીવવાના મૂલ્યોને આનંદમય અનુભવ કરાવશે. સમર્થ અને સુદ્રઢશરીર વાળી પેઢીનું નિર્માણ કરશે. નુતન ભારતમાં સૌને ભારતીય રમતો રમવાનું આકર્ષણ વધશે તો આપોઆપ સ્ટ્રેસ ઘટશે ટેસ વધશે. ઉંમરમાં કાચા પણ પરાક્રમમાં પાકા આપણા આ બાળકો અને યુવાનો બળવાન, જ્ઞાનવાન, ગુણવાન, શોર્યધાન અને ક્રાંતિવાન બનવાનું સહજ સમર્થ કેળવશે. તેજસ્વી અને ઓજસ્વી નવી પેઢી નું નિર્માણ થશે.

 

    રમત વ્યક્તિને આત્મવિશ્વાસ અને પ્રગતિશીલ બનાવે છે. આવનારી નવી પેઢી પણ ફક્ત પુસ્તક સિવાય રમતગમતમાં પણ રુચિ વધારે અને બધી પ્રવૃત્તિ ઉપલબ્ધ કરાવે તે રમતગમત માટે આગળ વધવામાં સહાયક થાય. કોઈ મહાન પુરુષે કહ્યું છે કે એક સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મગજનો વિકાસ થાય છે સ્વસ્થ જીવન જ સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

શ્રીમતી એસ.એચ. ગજેરા ગુજરાતી પ્રાથમિક શાળા, ઉત્રાણમાં વાર્ષિક રમતોત્સવ ૨૦૨૩-૨૪ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબના માર્ગદર્શનમાં અને શ્રી અમિતભાઈ પટેલ (સુરત વ્યાયામ શિક્ષક સંઘના ઇન્ચાર્જ પ્રેસીડેન્ટ), શ્રી ડૉ.કાનન દેસાઈ ( ઇન્ડિયન નેશનલ વુમન્સ ક્રિકેટ ટીમના કોચ) અને ડૉ.રવિભાઈ માવાણી( ઓર્થોપેડિક સર્જન)ના  મુખ્ય અતિથી પદે યોજાયો. આ ઉપરાંત ગજેરા શાળા પરિવારના એકેડેમિક કૉ-ઓર્ડીનેટરશ્રી જયેશભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે ફુગ્ગાના વિમોચન દ્વારા અને મહેમાનોના સન્માન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વ્યાયામ શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રગટાવી ઉપસ્થિત મહેમાન સાથે મંચ પર સ્થાપિત કરવામાં આવી. તેમજ દરેક વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવનામાં વધારો થાય તે માટે રમતમાં ઈમાનદારી રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુદાં જુદાં વય જૂથ પ્રમાણે જુદાં જુદાં અંતરની દોડ, વિઘ્ન દોડ, લાંબી કુદ, ઉંચી કુદ, મેડિસીન થ્રો બોલ, સ્ટેન્ડિંગ જમ્પ જેવી જુદી જુદી રમતોની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાના ૧૭૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓને રજૂ કરી હતી.

                સમગ્ર કાર્યક્રમ અને તમામ સ્પર્ધાઓ પૂર્ણ થતાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેમને સર્ટિફિકેટ અને મેડલ પહેરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર શાળાના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

તકલીફો હંમેશા એક નવો માર્ગ

તાવ આવે છે હારીને પણ ના

હારવું એ જ શરૂઆત છે જીતની…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *