દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવામાટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાંઆવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિકસ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યુંહતું. આ પછી 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અનેસંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથાબહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે.
ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા.પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો. આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. આ આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999માં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
માતૃભાષા નો અર્થ શુ?
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.
તમને જાણીને આનંદ થશે કે ગુજરાતી જ એક એવી ભાષા છે જે ‘બીજાના’ માટે બોલાય છે, અંગ્રેજી ભાષાને સ્વાર્થી ભાષા ગણવામાં આવે છે. દુનિયામાં ગુજરાતી જેવી બીજી કોઈ અન્ય ભાષા નથી જે નિઃસ્વાર્થ હોય. ગુજરાતીઓ કોઈને સીધા નામથી બોલાવવાના બદલે ભાઈ કે બહેન શબ્દ લગાવીને બોલે છે.
આપણે આપણા કાર્યમાં આપણા ફિલ્ડમાં આગળ વધવા માટે અંગ્રેજી આવડવુ જોઈએ એ વાત બરાબર છે,પરંતુ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકોને સાથે સાથે ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ જેથી કરીને આપણું બાળક આપણી માતૃભાષાના ભાવ સાથે જોડાયેલું રહે અને આપણો ગુજરાતી વારસો પણ જળવાઈ રહે.
આજ કાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને આગળ નામના મેળવે ત્યારે આવી ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર રાખતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.બાળકની પ્રથમ શાળા માતા-પિતા હોય છે જેથી કરીને આ વાતનું ધ્યાન આપણા શીરે એક મોટી જવાબદારી બને છે.
ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે.માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે.આપણે એક બીજાના સંપર્કમાં બધા જોડાયા છે તો તે માતૃભાષાને કારણે જ કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ… પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.
આજરોજ તારીખ ૨૧/૦૨/૨૦૨૪, બુધવારના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ“ નિમિત્તે શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ સ્વરચિત કાવ્યનું ગાન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતે બનાવેલ શાળા ગીતની રજૂઆત કર્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વરચિત કાવ્યમાં પોતાના શાળા માટેના અનુભવો લખી શાળાને ગૌરવાન્વિત કરી હતી. તેમજ ધોરણ 8 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ભાષાકીય વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમકે શબ્દ-રમત, ધ્વનિ ઘટકો છુટા પાડવાની રમત તેમજ કાવ્ય રચના કેવી રીતે કરી શકાય વગેરેની માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સમગ્ર આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતૃભાષાનું રોજીંદા જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં મહત્વ જાણ્યું હતું.