આરોગ્યએ વાસ્તવિક સંપત્તિ છે. સ્વસ્થ વ્યક્તિ પોતાના માટે, તેના પરિવાર માટે અને તેના સમુદાયની સંપત્તિ છે. આરોગ્યએ એક એવી દિશા છે કે જેના પર માણસનું સમગ્ર વ્યક્તિત્વ અને તેની સુખાકારી નિર્ભર છે. આરોગ્યની જાળવણી માટે ખોરાક, સ્વચ્છતા, વ્યાયામ, આરામ અને રોગ સામે રક્ષણ અંગે શરીરની કાળજી જરૂરી છે. બાળકો સ્વાસ્થ્ય અંગે સભાનતા કેળવે એ હેતુ સાથે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ પૂર્વ પ્રાથમિક વિભાગમાં સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહ અંતર્ગત બાળકોને વિવિધ પ્રવૃત્તિ, ઉજવણીઓ તેમજ સ્પર્ધા કરાવામાં આવી.
· યોગા: યોગ સ્વાસ્થ્ય, આયુષ્ય, શક્તિ અને સુખ લાવે છે. યોગનો અભ્યાસ આપણને શરીર તેમજ મસ્તિષ્કના જોડાણ દ્વારા શરીર તેમજ મસ્તિષ્કના અનુશાસનને શીખવે છે યોગ આધ્યાત્મિક અભ્યાસ છે તે મન તો સંતુલિત કરે જ છે તેમની સાથે સાથે પ્રકૃતિની નજીક આવવા માટે ધ્યાન ના માધ્યમથી પણ કરવામાં આવે છે. બાળકોને યોગ અભ્યાસની સમજ આપીને યોગ કરાવવામાં આવ્યા.
· એરોબિકસ : એરોબિકસએ શરીરને ખડતલ કરવાની એવી કસરત છે જેમાં ખાસ કરીને શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બની શરીરને સ્ફૂર્તિ આપે છે. ઝડપી કસરતને કરીને બાળકોને એરોબીક્સ કરવાની ખુબ મજા આવી .
· ફ્રુટ ડે : બાળકો નિયમિત ફળ ખાવા માટે પ્રેરાય અને રોજીંદા જીવનમાં એક કરતા વધુ ફળ ખાય એ ધ્યાનમાં રાખીને ‘FRUITS DAY’ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોર્નિંગ એસેમ્બલીમાં બાળકો અવનવા અને સ્વાસ્થ્યને ઉપયોગી હોય તેવા ફળો વિશે શીખ્યા તેમજ ફળ માંથી મળતા વિવિધ પોષકતત્વો વિષે શિક્ષક દ્વારા માહિતી આપવામાં આવી, શિક્ષકો અને બાલવાટિકાના બાળકો દ્વારા ફળનું મહત્વ, ઉપયોગીતા, અભિનય ગીત, નાટ્ય પ્રસ્તુત કર્યું. નર્સરીના ગજેરીયન્સ ફળ બનીને આવીને ફળ વિષે માહિતી તેમજ મેસેજ આપ્યો. તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે આપણા ખોરાકમાં દરરોજ ફળનો સમાવેશ કરવો જોઈએ. અંતમાં દરરોજ એક ફળ ખાવાની શપથ પણ લેવડાવવામાં આવી હતી. બાળકોએ વિવિધ ફળ બનીને આવ્યા હતા. વર્ગમાં શિક્ષકો દ્વારા બાળકો પાસે ફળને લગતી અવનવી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. ફળ દિવસ નિમિત્તે દરેક બાળક નાસ્તામાં ફળ લઈને આવ્યા હતા અને બધાએ ભેગા થઈને ફળનો નાસ્તો કર્યો હતો. બાળકોને સાથે મળીને ફળ ખાવાની ખુબ જ મજા આવી.
· સલાડ ડે : બાળકો સામાન્ય ખોરાક ને આકર્ષક સજાવટ કરતા શીખે અને તંદુરસ્ત ખોરાક પ્રત્યે રૂચીમાં વધારો થાય. જેમ જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે તેવી જ રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે પોષ્ટિક આહાર જરૂરી છે. આજ કાલ બાળકોમાં જંક ફૂડનું સેવન વધી ગયું છે અને એ સ્વાથ્ય માટે સારું નથી. આમ, બાળકોને તંદુરસ્ત ખોરાક પ્રત્યે રૂચી વધારવા માટે સામાન્ય ખોરાકને આકર્ષક, રસપ્રદ, અને વધુ સ્વાદિષ્ટ બનાવવવા અને બાળકોને સ્વસ્થ્ય ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કરવા માટે "KINDER KITCHEN CREATIONS INSTANT HEALTHY SNACK CHALLENGE" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધુ સંખ્યામાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સારું પ્રદશન કર્યું હતું. બાળકોને શાકભાજી વિષે સમજ આપી હતી તેમજ નાસ્તામાં બાળકોએ ‘મિક્ષ સબ્જી ભાજી’ ની મજા માણી હતી.
આમ, આકર્ષક પ્રવૃત્તિઓ, મનોરંજક સ્પર્ધાઓ દ્વારા, અમે તંદુરસ્ત પસંદગીઓ અને આદતોને એવી રીતે પ્રોત્સાહિત કરવામાં સક્ષમ હતા જે બાળકો માટે શૈક્ષણિક અને આનંદપ્રદ બંને હોય. ફળો, શાકભાજી અને શારીરિક પ્રવૃત્તિના ફાયદાઓ પર ભાર મૂકીને, અમે આશા રાખીએ છીએ કે અમારા બાળકોમાં જીવનભર તંદુરસ્ત જીવન જીવવા માટે બીજ રોપાય. અમે અમારા અભ્યાસક્રમમાં આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખીએ છીએ, બાળકોને સુખી, સ્વસ્થ વ્યક્તિઓમાં વૃદ્ધિ પામતા જોવાની આશા રાખીએ છીએ જેથી બાળકો તેમના શરીરની કાળજી લેવાનું મૂલ્ય સમજે છે.