ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન -2024

 એવું કહેવાય છે કે સ્ત્રી ઇચ્છે તો શું કરી શકતી નથી, તે માતા છે, ગૃહિણી છે, વેપારી છે, શિક્ષક છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, પોલીસ છે, શું નથી. મહિલા દિવસ મહિલાઓની આ ભાવનાને સલામ કરે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની સફળતા, નિશ્ચય, સશક્તિકરણ અને સિદ્ધિઓની ઉજવણી કરે છે. મહિલાઓ સાથે થતા અન્યાય પર અવાજ ઉઠાવવાની સાથે તેમના સશક્તિકરણ પર પણ ભાર આપવામાં આવે છે.જાણ્યે-અજાણ્યે, મહિલાઓ આજે પણ દરેક ક્ષેત્રમાં ભેદભાવનો ભોગ બને છે, જે તેમને આગળ વધતી અટકાવે છે. આ વર્ષની થીમ આના પર આધારિત છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ:

       જો તમે ઈતિહાસમાં નજર નાખો તો, સ્ત્રીઓ પાસે એવા અધિકારો અને સંસાધનો નહોતા જે પુરુષો પાસે હતા અને જે સ્ત્રીઓને પણ મળવા જોઈએ. તેમના કામના કલાકો લાંબા હતા, તેમને કામના હિસાબે બહુ ઓછો પગાર મળતો હતો અને તેમને મત આપવાનો અધિકાર પણ નહોતો. 1908માં મહિલાઓમાં આ ભેદભાવ અને જુલમ પર ચર્ચા થઈ અને અંતે પોતાનો અવાજ ઉઠાવીને લગભગ 15,000 મહિલાઓએ ન્યૂયોર્કના રસ્તાઓ પર રેલી કાઢી. 1910માં કોપનહેગનમાં વર્કિંગ વુમનને લઈને એક કોન્ફરન્સ થઈ હતી. 1911 માં, જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા, ક્લેરા ઝેટકીને, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પ્રસ્તાવ મૂક્યો અને 19 માર્ચે તેની ઉજવણી કરી. જયારે, 1913-1914 માં, પ્રથમ મહિલા દિવસ 23 ફેબ્રુઆરીએ રશિયામાં ઉજવવામાં આવ્યો હતો અને પછીથી તેને વૈશ્વિક સ્તરે 8 માર્ચે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા દિવસની ઉજવણી 1975માં શરૂ થઈ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ આ દિવસ માત્ર એટલા માટે નથી ઉજવવામાં આવતો કારણ કે તેને કેલેન્ડરમાં દર્શાવવો પડે છે પરંતુ આજે પણ એવી ઘણી મહિલાઓ છે જેઓ ઉત્પીડનનો શિકાર છે, શિક્ષણથી વંચિત છે, ભ્રૂણ હત્યા માટે મજબૂર છે, જેમની પાસે કામનું કોઈ સાધન નથી. અથવા ભૂખમરીમાં જીવી રહી છે. તેમના માટે અવાજ ઉઠાવવો સે અને આ ભેદભાવ ઓછો કરવો જરૂરી છે, એટલા માટે આજે પણ આ દિવસનું એટલું જ મહત્વ છે જેટલું વર્ષો પહેલા હતું.

આજે ગજેરા વિદ્યાભવન ઉતરાણ ખાતે “International womens day”નું celebration કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ સરસ્વતી વંદના તથા ડાન્સ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.

 

P.S.I mam  પૂજા ચૌહાણ mam તથા ગીતા સોનાની મેમ , Dr.કાનન દેસાઈ,Dr.કિરણ પટેલ અને શ્રી ચેતના ડોડીયા મેંમ ની ઉપસ્થિતિ રહી હતી .જેમનું સ્વાગત ગુજરાતી મીડીયમ ના પ્રિન્સિપાલ  છાયા મેમ ભાઠાવાલા તથા ગુજરાતી મીડીયમ ના વાઇસ પ્રિન્સિપલ રીટાબેન તથા ઇંગલિશ મીડીયમ ના વાઇસ પ્રિન્સિપલ ફેરી મેમ દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર કિરણ મેમ દ્વારા શિક્ષક મિત્રોને કોસ્મેટિક રિલેટેડ ગાઇડન્સ આપવામાં આવ્યું હતું. તથા કાનન દેસાઈ મેમે સ્પોર્ટ્સ રિલેટેડ જેમાં વર્ગખંડના બાળકોને કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ લાવી શકાય એ બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ પીએસઆઇ ગીતાબેન સોનાની મેમે સ્ત્રી સશક્તિકરણ અંગે ચર્ચા કરી હતી. અંતે તેમણે “SHE” ટીમ અંગેની ચર્ચા કરી હતી કે જે કઈ રીતે મહિલાઓ માટે કાર્યરત રહે છે. તે બાબતે ચર્ચા કરી હતી ત્યારબાદ શાળા નાં music teacher harshida મેમ દ્વારા સરસ મજાનું ગીત ગવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતે શિક્ષક શિક્ષિકા બહેનોને એક સુંદર મજાની ગેમ રમાડી ને એન્જોય કરાવ્યા હતા અને અંતે આઇસ્ક્રીમ ખાઈને બધા શિક્ષક મિત્રો છૂટા પડ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *