માતૃભાષા દિવસ: આપણું મૂળ, આપણું ગૌરવ
માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, …