જીવન એ ઈશ્વરનું ઉપનામ છે..
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર, કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર. હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ, કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર. રહેવાને આવ્યો જ્યારથી હું એના ઘર નજીક, રસ્તામાં ઘણી વાર મળી જાય છે ઈશ્વર. દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં, લાગે છે તને દૂરનાં ચશ્માંય …