Gandhi Jayanti : A Day of Learning and Reflection

કોઇપણ વ્યક્તિના વિચાર જ તેનું બધું જ છે. તે જેવું વિચારે છે, તેવો જ બની જાય છે.- મહાત્મા ગાંધી

 

૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધી એટલે મોહનદાસ કરમચંદ ગાંધી ના જન્મદિવસ નિમિત્તે ગાંધી જયંતી ઉજવવામાં આવે છે.  ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીને 'રાષ્ટ્રપિતા' તરીકે ગણવામાં આવે છે.  મહાત્મા ગાંધી ભારત અને વિશ્વમાં 'ગાંધીજી' અને 'બાપુજી' તરીકે લોકપ્રિય છે.  તેમનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ ગુજરાતના પોરબંદરમાં કરમચંદ ગાંધી અને પુતલીબાઈ ના ઘરે થયો હતો.  ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા હતા અને રાષ્ટ્રપિતા છે. તેમણે બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગમાં જુ.કેજી. અને સિ.કેજી. ના બાળકો માટે એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક દ્વારા બાળકોને ગાંધીજીના જીવનનો ટૂંકમાં પરિચય, મીઠાનો સત્યાગ્રહ, હિંસા ના કરવી, સત્યના પ્રયોગો અને સ્વચ્છતા અભિયાન વિષે સમજ આપી અને આચાર્યશ્રીએ ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગ વાર્તા, તેમના મુલ્યો અને આઝાદી મેળવવામાં ગાંધીજીનો મહત્વનો ફાળો હતો તેની સમજ આપી હતી. ગાંધીજી અહિંસા, સત્ય અને સ્વચ્છતાના આગ્રહી હતા તે વિષે સમજ આપી. બાળકોએ ગાંધી જયંતિ નિમિત્તે પ્રવૃત્તિ કરી.

ભારતમાં ગાંધી જયંતિ ઉજવણી :

ભારતમાં, ગાંધી જયંતિની સત્તાવાર ઉજવણી રાજઘાટ, નવી દિલ્હીમાં ગાંધી સ્મારક (તેમના અંતિમ સંસ્કાર સ્થળ) પર પ્રાર્થના સેવાઓથી શરૂ થાય છે.  સ્થાનિક સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા વિવિધ શહેરોમાં પ્રાર્થના સભાઓ, સ્મારક સમારોહ સાથે 'વંદે માતરમ, જય હિન્દ અને સત્યમેવ જયતે' જેવા રાષ્ટ્રીય સૂત્રો આપવામાં આવે છે.  શાંતિ, અહિંસા માટે શાળાઓમાં પ્રોજેક્ટ માટે આપવામાં આવેલા ઇનામો સાથે બાળકોમાં મનપસંદ ચિત્ર સ્પર્ધાઓ યોજાય છે.  એક હિન્દુ ભક્તિ ગીત "રઘુપતિ રાઘવ રાજારામ" સામાન્ય રીતે તેમની સ્મૃતિમાં ગાવામાં આવે છે જે ગાંધીના આધ્યાત્મિક પ્રિય ભજન છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *