હેતુ : બાળકો માતૃભાષા અને વિશ્વભરની ભાષાઓથી માહિતગાર થાય.
'માતૃભાષા' એટલે માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો
પ્રદર્શિત કરવાનું આપણે શીખ્યા તે ભાષા એટલે આપણી માતૃભાષા.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મહત્વ :
ભાષા શબ્દ ‘ભાષ’ એટલે બોલવું પરથી
આવ્યો છે.
ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે
થાય છે. ભારત દેશમાં ગુજરાતી ભાષા, મરાઠી ભાષા, બંગાળી ભાષા, મલયાલમ ભાષા, તમીળ ભાષા, કન્નડ ભાષા, પંજાબી ભાષા, સિંધી ભાષા, તેલુગુ ભાષા, હિન્દી ભાષા, ઉર્દૂ ભાષા, આસામી ભાષા, કાશ્મીરી ભાષા, મૈથિલી ભાષા, સંસ્કૃત ભાષા, સંથાલી ભાષા, અંગ્રેજી ભાષા, નેપાલ ભાષા, મારવાડી ભાષા, ભોજપુરી ભાષા બોલવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવાનો
ઉદ્દેશ છે કે દુનિયાભરની ભાષાઓ અને સંસ્કૃતિનું સન્માન થાય. આ દિવસને મનાવવાનો
હેતુ વિશ્વભરની ભાષાઓ અને સાંસ્કૃતિક વિવિધતાઓનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. વિશ્વભરમાં ૨૧ ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ દુનિયાભરમાં પોતાની
ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગરુકતા ફેલાવવાનો છે. વર્ષ ૧૯૯૯ માં માતૃભાષા
દિવસ મનાવવાની જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦ માં પહેલી વખત
આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો હતો.
ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં માતૃભાષા દિવસની ઉજવણી: