International Yoga Day 2024

યોગના મામલે ભારત વિશ્વ ગુરુ છે. યોગ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. યોગ શરીરને રોગમુક્ત રાખવાની સાથે મનને શાંતિ આપે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને આ સમય દરમિયાન વિશ્વભરના લોકો સામૂહિક રીતે યોગનો અભ્યાસ કરે છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત વિવિધ આસનો, કસરતો કરાવી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.

       પ્રથમ વખત 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ પીએમ મોદીના આ પ્રસ્તાવને મંજૂરી આપતા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું છે.

       દર વર્ષે યોગ દિવસની એક ખાસ થીમ હોય છે. આ વર્ષે યોગ દિવસની થીમ મહિલાઓ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની થીમ “મહિલા સશક્તિકરણ માટે યોગ છે.”

યોગદિવસ શા માટે ?

  • યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવા
  • લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે
  • દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા
  • સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા
  • લોકોને તણાવ મુક્ત બનાવવા
  • યોગ દ્વારા લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા
  • લોકોમાં એ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *