તારીખ : ૧૬/૧૨/૨૦૨૩, શનિવાર અને ૧૭/૧૨/૨૦૨૩, રવિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે સુનીતાઝ મેકર્સ સ્પેસ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પડે અને પોતાની આવડત ને રજૂ કરી શકે તે માટે ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનાં અધ્યક્ષ સ્થાને, ટ્રસ્ટીશ્રી કિંજલ ચુનીભાઈ ગજેરા મેડમના માર્ગદર્શન હેઠળ સમગ્ર મેકર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વૈભવી કાકડિયા (આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ કમિશ્નર(જી.એસ.ટી.),સુરત), શ્રી સ્મ્રીતી જુનેજા (આસિ.પ્રોફેસર, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી), શ્રી દેવાંગ જાગીરદાર (એક્ટર-ડિરેક્ટર), ડૉ.રૂપા શાહ (આચાર્યશ્રી,અખંડાનંદ કોમર્સ, કૉલેજ, સુરત), શ્રી હિતેશભાઈ દેસાઈ અને શ્રી હસમુખભાઈ રફાળીયા (રેડ એન્ડ વાઈટ અને સામાજિક કાર્યકર), ડૉ. અર્પિત દુધવાળા (ડેપ્યુટી મેડીકલ ઓફિસર,ઇસ્ટ ઝોન,એસ.એમ.સી., સુરત), ડૉ.મુકેશ ગોયાણી (આચાર્ય, આર.વી. પટેલ કોમર્સ કૉલેજ, અમરોલી), ડૉ.દિલીપભાઈ વરસાણી (આચાર્યશ્રી, જે.બી.ધારુકાવાળા મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ,સુરત) ઉપસ્થિતિમાં ‘Harmony Fusion : Bridging, Creating Futures’ થીમ સાથે મેકર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ સમગ્ર ઉજવણીમાં ૧૨૩૫થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ બે દિવસીય મેકર્સ ડેની ઉજવણીમાં ૧૦,૩૪૭ વાલીશ્રી મુલાકાત લઈ ભાગ લેનાર વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ જુદા-જુદા ચાર વિભાગોમાં જુદી જુદી સ્પર્ધાઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી. જેમકે ઇનોવેશન વિભાગ, ક્રિએટિવિટી વિભાગ, સોશિયલ વિભાગ અને સિનર્જી વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
ઇનોવેશન વિભાગ :
આ વિભાગમાં શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સાયન્સ અને મેથ્સના અલગ – અલગ મોડલ બનાવ્યા હતા.જેમાં હેલ્થ પ્રોજેક્ટ, લિવિંગ ફોર એન્વાયરમેન્ટ , એગ્રીકલ્ચર પ્રોજેક્ટ , કાર મેકિંગ અને કોડિંગ એન્ડ મોબાઇલ એપ જેવા મોડેલો બનાવી તેના વિશેની પદ્ધતિસરની માહિતી આપી હતી અને તેનાથી પર્યાવરણને થતાં ફાયદા વિશેની સમજ આપી હતી.
ક્રિએટિવિટી વિભાગ :
આ વિભાગમાં બાળકોની આવડત મુજબ પોતાની કળાની પ્રસ્તુતિ કરી હતી. સરસ મજાના ચિત્ર દોર્યા હતા. ઘરમાં પડેલી નકામી વસ્તુઓ જેના કોઈ જ ઉપયોગ ન થતો હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરીને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવી જેવી કે ફૂલદાની, વોલપીસ, હરણ, બળદગાડું વગેરે અને ઘણા બધાં ચિત્રો દોર્યા જેવાં કે ચંદ્રયાન, કુદરતી દ્રશ્ય, યુનિકોન, નેચર આધારિત રેતઘડી વગેરે. તો ક્રિએટિવિટીના અન્ય વિભાગમાં એક પાત્રિય અભિનય, ડ્રામા, ગ્રુપ ડાન્સ , સોલો ડાન્સ, ગીત-સંગીતની કૃતિની રજૂઆત કરી હતી.
સોશિયલ વિભાગ :
આ વિભાગ દ્વારા બાળકોને વાત્સલ્ય ધામની મુલાકાત કરાવી હતી. માતા-પિતા વિહોણા, નિરાધાર બાળકોને સ્વતંત્ર રીતે પગભર કરવા માટેની એક સંસ્થા એટલે વાત્સલ્ય ધામ. આવા વાત્સલ્ય ધામના બાળકોએ જુદાં જુદાં વૃક્ષના પર્ણોમાંથી વિવિધ વસ્તુઓ બનાવી ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના બાળકો સામે રજૂ કરી હતી અને ગજેરા વિદ્યાભવનના બાળકોએ પણ લીમડો ,એલોવેરા અને ગુલાબ વગેરેનો ઉપયોગ કરીને ઓર્ગેનિક સાબુ બનાવતા શીખવાડ્યું હતું. આમ આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીએ વાત્સલ્ય ધામના વિદ્યાર્થીઓ સાથે વિતાવેલી અવિસ્મરણીય યાદો લઈને ગજેરા શાળામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક વાત્સલ્ય ધામની મુલાકાત લીધી હતી. જે ક્યારેય જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય.
સિનરજી વિભાગ :
આ વિભાગમાં વિદ્યાર્થીઓ નાનપણથી જ કેવી રીતે બિઝનેસ કરવો તે શીખે છે અને વિદ્યાર્થીઓ બિઝનેસમાં કેવી રીતે નફો થાય અને જો ખોટ થાય તો તેને કેવી રીતે નફામાં રૂપાંતર કરી શકાય છે તે શીખે છે. તેના અનુસંધાનમાં શાળામાં એક બિઝનેસ ફેર રાખવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ખાણી- પીણીના સ્ટોલ, કપડાનાં સ્ટોલ, કટલરી વગેરેનાં સ્ટોલ રાખવામાં આવ્યાં હતા. આ વિભાગમાં ગ્રુપ ડિસ્કશન પણ રાખવામાં આવ્યું હતું. જેનો વિષય ગ્રીન એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ હતો તેના વિશે વિદ્યાર્થીઓએ ચર્ચા કરી હતી.
આ તમામ સ્પર્ધાઓ ‘Harmony Fusion : Bridging, Creating Futures’ને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની પ્રતિભા અને વિચારને સાયન્સ અને આર્ટ સાથે જોડવાનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સ્પર્ધાઓને VNSGU, SURAT સંલગ્ન વિવિધ કોલેજોના અધ્યાપકશ્રીઓ દ્વારા નિરીક્ષણ કરી શ્રેષ્ઠ કૃતિઓને ક્રમાંક આપી નવાજ્યા હતા.
આમ, આ સમગ્ર ‘મેકર્સ ડે‘નું આયોજન ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેને સફળ બનાવવા માટે શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ચૂનીભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રી કિંજલ ચુનીભાઈ ગજેરા મેડમ, શાળાના ડાયરેક્ટરશ્રી, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમાજને એક અનોખો પંથ બતાવ્યો હતો.