ભારત કૃષિ-પ્રધાન દેશ છે. દેશની એંસી ટકા જનતા કૃષિ પર નિર્ભર
છે. દેશના મોટાભાગના ઉદ્યોગ-ધંધા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત દેશનો અન્નદાતા તેમજ
પાલનકર્તા છે. ખેડૂત દેશનો સાચ્ચો નાગરિક છે. તે બીજાઓની ભલાઈ માટે પોતાનું
સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે. તે દેશનો ભાગ્યવિધાતા છે. ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ
નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રની ઉત્થાનમાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખેડૂતો આપણા સમાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે આપણને જીવવા માટે જરૂરી ખોરાક અને
સંસાધનો પૂરા પાડવા માટે અથાક મહેનત કરે છે. તેઓ આપણી કૃષિ પ્રણાલીની કરોડરજ્જુ છે
અને તેમની મહેનત અને સમર્પણને સ્વીકારવું જોઈએ.
ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં ખેડૂત દિવસની ઉજવણી :
બાળકો ખેડૂત દિવસનું મહત્વ
સમજે એ હેતુ સાથે ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી. બાળકો
ગામઠી પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. શિક્ષકો દ્વારા ગામડાંનું દ્રશ્ય ઉભું
કરવામાં આવ્યું, ગામડાંના ખેતરો, ઓજારો, ખોરાક, પહેરવેશ, અથાક મહેનત, પશુ-પાલન,
ભારતમાં થતા વિવિધ પાકોની સમજ આપવામાં આવી હતી. બાળકોએ સુંદર મજાનો ડાન્સ પ્રસ્તુત
કર્યો. "ફાર્મથી ટેબલ સુધી" આ સૂત્ર તાજગી અને ગુણવત્તા
પર ભાર મૂકતા, ફાર્મથી આપણી પ્લેટ સુધીના ખોરાકની
મુસાફરી બતાવવામાં આવી. નર્સરીના બાળકોએ મેથી વાવી તેની માવજત કરી, જુ.કેજીના
બાળકોએ મેથી ચૂંટી એ મેથીને બાલવાટિકાના બાળકો ધ્વારા સાફ કરી ધોઈ અને કિચન
સ્ટાફની મદદથી ખીરું બનાવીને ભજીયા બનાવવામાં આવ્યા. આમ સમુહભાવના સાથે પોતાની
મેહનતથી બનાવેલા ભજીયાની લહેજત માણી. બાળકો પાસે
ખેડૂત દિવસ નિમિત્તે શપથ લેવડાવવામાં આવી.
બાળકોને પ્રત્યક્ષ ખેતરની મુલાકાતે લઇ જવામાં આવ્યા.બાળકો એ ખેડૂતનું પૂજન
કરી આભાર વ્યક્ત કરી કાર્ડ આપી સન્માનિત કર્યા.
આજે ખેડૂત દિવસ નિમિતે અમે
દરેક ખેડૂતોને સન્માનિત કરીએ છે.
“જય જવાન, જય કિસાન”