Science Fiesta: Igniting Curiosity, Inspiring Tomorrow!

વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ વિષય છે. તમે તેમાં જેટલા ઊંડે જશો તેટલી વધુ મજા અને ઉત્સુકતા વધશે.૨૮મી ફેબ્રુઆરી૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રામનના પિતાજી ચંદ્રશેખર પણ ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયા હતા. આમબાળક વેંકટને નાનપણથી જ ભૌતિક વિજ્ઞાનનો વારસો મળ્યો હતો.એક પ્રતિભાશાળી વિજ્ઞાની આપણા દેશમાં થઇ ગયા. એમણે પોતાના જીવન દરમિયાન ૪૬૫ જેટલાં પ્રકાશનોથી આ જગતને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ધ્વનિ,પ્રકાશરંગખનીજફૂલો ના રંગો જેવી બાબતોમાં એમનું મહામૂલું પ્રદાન છે.

વિજ્ઞાન દિવસનો ઉદેશ્ય:

રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિ વિજ્ઞાનથી ઘેરાયેલો છે.આપણી આસપાસની દરેક વસ્તુ વિજ્ઞાન છે. લોકોના રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે સંદેશ ફેલાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. માનવ કલ્યાણમાં વિજ્ઞાનનો સૌથી મોટો હાથ છે.  તે તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે નવી તકનીકોને લાગુ કરવા માટેઉજવવામાં આવે છે.  આનો મુખ્ય હેતુ લોકોને પ્રોત્સાહિત કરવાનો તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવાનો છે.

ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં વિજ્ઞાન દિવસની ઉજવણી:

બાળકો રોજિંદા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજે તેમજ વિજ્ઞાનથી પ્રેરિત થાય એ હેતુ સાથે ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ રૂપે બાળક-વાલી દ્વારા અવનવા વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા. બાળકોએ પ્રોજેક્ટની સમજ આપી તેમજ શિક્ષકોએ લાવા લેમ્પ, ડાન્સિંગ પોપકોર્ન, હવાનું દબાણ, રંગોનું મિશ્રણ, હવાનું દબાણ, જવાળામુખી, ડાન્સિંગ કોઈન વગેરે જેવા નાના પ્રયોગ દ્વારા બાળકોને સમજ આપી. તેમજ બાળકો પાસે વર્ગખંડમા પ્રત્યક્ષ પ્રયોગ કરાવવામાં આવ્યા જેથી તેઓ પ્રત્યક્ષ અનુભવ કરી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *