World Heart Day

       કવિઓની ભાષામા દિલની વાત જેટલી ઋજુતાથી પ્રગટ થઈ શકે છે મૅડિકલ ભાષામાં તે હૃદયની કાર્યપ્રણાલી એટલી જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં ગરીબ હોય કે શ્રીમંત, પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલીમાં અનેકાનેક પરિવર્તનો થયા છે. જીવનમાં આનંદ અને ઉલ્લાસની કમી થઈ રહી છે તો સાથે સાથે તણાવ, ગુસ્સો, ભય, વિવાદ જેવા નકારાત્મક પરિબળો જીવન પર હાવી થઈ રહ્યાં છે. આ ઉપરાંત મોબાઈલ, ટીવી વિગેરે ઉપકરણોની આદતે માનવજીવનની સુખી પળોને ઘરના એક નાના ઓરડા સુધી સિમિત કરી  રોગોની સંભાવનાઓ વચ્ચે લાવીને મૂકી દીધી છે. સમયની આ કહેવાતી પ્રગતિ આજે ધરાતલ પર લાખો માનવીઓને હૃદયરોગના વજ્રઘાતનો શિકાર બનાવી રહી છે.

       ૨૦ થી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનો ખતરો છે. હાર્વર્ડ નિષ્ણાંત કહે છે કે આપણે બધા જાણે અજાણે એવી ખોટી આદતોનો શિકાર થઈ ગયા છીએ જે આપણા હૃદયને નુકસાન પહોંચાડી રહી છે. આજ કારણ છે કે 20થી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટની સમસ્યા રહે છે.

       મનુષ્યનું હૃદય સહન ન કરી શકે તેવી અનેક મુશ્કેલીઓની ભેટો આપણી અયોગ્ય જીવનશૈલીને કારણે આપણે આપણાં હૃદયને દરરોજ કોઈને કોઈ સ્વરૂપે આપીએ છીએ. શું આપણે એ જાણવાની કોશિશ કરી છે કે આપણાં હૃદયને ખરેખર આ બધાથી કેટલો ફેર પડે છે ?  વિશ્વ સમુદાયમાં આ વિશે અનેકાનેક ચર્ચાઓ નિયમિત પણે થાય છે અને હૃદયરોગ નિષ્ણાતો આ બાબતે અનેક વખત વિશ્વને ચેતવી ચૂક્યા છે તેમ છતાં હૃદયની સંભાળ લેવામાં આપણે ઉણા ઉતર્યા નથી. કદાય આ કારણ અને આવા અન્ય અનેક અગત્યના કારણોને લીધે જે વિશ્વમાં પ્રત્યેક વર્ષે વર્લ્ડ હાર્ટ ડૅ મનાવવામાં આવે છે.

       શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં WORLD HEART DAY અંતર્ગત ધોરણ 8 થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના વક્તા તરીકે ડૉ. હિરેન અણઘણ, કાર્ડિયોલોજિસ્ટ, હૃયાન કાર્ડિયાક કેર હોસ્પિટલ, સુરત ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રોએ વક્તાશ્રી સાથે હૃદય અને હૃદય અંગેના જરૂરી માહિતી તેમજ ઉપચાર મેળવતા પ્રશ્નો પૂછીને TALK SHOW સાર્થક કર્યો હતો. ડૉ. હિરેન અણઘણ સાહેબે વિદ્યાર્થીઓએ પૂછેલા દરેક પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા. તેઓએ એક વિદ્યાર્થીને પ્રેક્ટીકલી પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી એ ડેમો દ્વારા દર્શાવ્યું હતું.

       ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા 1] હૃદયની અદ્યતન ટેકનોલોજી દ્વારા થતી સર્જરી 2]  હૃદય રોગ અને તેના યોગ અને આસનો દ્વારા સારવાર બંને વિષયો પર પ્રેઝન્ટેશન આપી સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી હતી. હૃદયનું 3-D મોડેલ બનાવી હૃદય દ્વારા બ્લડ સર્ક્યુલેશન તેમજ હૃદય સંપૂર્ણ શરીરને કેવી રીતે બ્લડ પહોંચાડે છે તેમજ નકામા બ્લડ નો શું ઉપયોગ કરે છે એ દરેક બાબત 3-D મોડેલ દ્વારા વિદ્યાર્થીઓને વિગતે સમજાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવી હતી જેમાં હૃદય રોગનો હુમલો આવે તો તાત્કાલિક સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટર, કાર્ડીયોલોજીસ્ટ ડોક્ટરનું લિસ્ટ અને મેપની માહિતી તેમાંથી મળી રહે અને દર્દીને શક્ય એટલી ઝડપથી પ્રાથમિક સારવાર માટે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે તેની જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી.

       કાર્યક્રમની અંતે વક્તા ડૉ. હિરેન અણઘણ સાહેબ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ વિદ્યાર્થીઓના ઘરના વડીલોને ક્યારેક કોઈ તાત્કાલિક સારવારની કાર્ડીઓલોજીસ્ટ જરૂરિયાત પડે તો તે માટે મદદરૂપ થવા એક પ્રાથમિક સારવાર કાર્ડ આપવા જણાવ્યું આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *