દર વર્ષે 20 નવેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ બાળકોના અધિકારો, સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિકાસ વિશે સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવાનો છે. બાળક કોઈપણ દેશનું ભવિષ્ય છે, અને તેઓ સુરક્ષિત, સ્વસ્થ અને પ્રશંસનીય વાતાવરણમાં વિકાસ પામે તે દરેકની જવાબદારી છે. 20 નવેમ્બરનું મહત્વ વિશેષ છે કારણ કે 1959માં UNICEFએ બાળ અધિકારોની ઘોષણાપત્ર (Declaration of the Rights of the Child) સ્વીકાર્યું.
1989માં આ જ દિવસે બાળકના અધિકારો અંગેનું સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન (UNCRC) સ્વીકારવામાં આવ્યું.
આ કન્વેન્શનમાં બાળકોને સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, અભિવ્યક્તિ, સમાનતા અને વિકાસ જેવા 54 અધિકારો આપવામાં આવ્યા છે.
બાળકોના મુખ્ય અધિકારો
- જીવવાનો અધિકાર-સુરક્ષિત જીવન અને આરોગ્યની સુવિધા મળી રહે.
- શિક્ષણનો અધિકાર –ગુણવત્તાસભર અને મફત પ્રાથમિક શિક્ષણ.
- સુરક્ષાનો અધિકાર –શોષણ, હિંસા, બળજબરી અને ભેદભાવથી મુક્ત જીવન.
- અભિવ્યક્તિનો અધિકાર –પોતાના વિચારો સ્વતંત્રપણે રજૂ કરવાની છૂટ.
- વિકાસનો અધિકાર –આનંદ, રમતગમત, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો.
આજની આધુનિક દુનિયામાં અનેક સમસ્યાઓ બાળકોને અસર કરે છે જેવીકે બાળમજૂરી,બાળવિવાહ,કુપોષણ,શિક્ષણમાંથી વંચિત થવું,ઓનલાઇન સાયબર ધમકીઓ.આ સમસ્યાઓ ઉકેલવાનું કામ માત્ર સરકાર કે સંસ્થાઓનું નથી, પરંતુ દરેક માતા-પિતા, શિક્ષક અને નાગરિકની ફરજ છે.
*આપણે શું કરી શકીએ?
1)બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવું
2)તેમને સુરક્ષિત અને સકારાત્મક વાતાવરણ આપવું
3 )શોષણની કોઈ ઘટનાની જાણ થાય તો તરત અધિકારીઓને જાણ કરવી
4 )શાળાઓમાં બાળ અધિકાર અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા
5 )ઓનલાઇન સલામતી વિશે બાળકોને માર્ગદર્શન આપવું
બાળકોના અધિકારો રક્ષણ કરવું એટલે દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવું.આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ આપણને સ્મરણે અપાવે છે કે દરેક બાળક વિશેષ છે, કિંમતી છે અને સમાન હકદાર છે. ચાલો, આપણે સૌ મળી બાળકો માટે એક સુરક્ષિત, શિક્ષિત અને ખુશહાલ દુનિયા બનાવીએ.
