દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિન” ઊજવવામાં આવે છે. આ દિવસ માત્ર ઉત્સવનો દિવસ નથી, પણ મહિલાઓના હક, તેમના સમર્પણ અને પ્રભાવશાળી ભૂમિકાને માન આપવામાં આવે છે. સ્ત્રીઓ—એક શક્તિ, એક પ્રેરણા. આજની સ્ત્રી માત્ર ઘરના ચાર દિવાલોમાં સીમિત નથી, પરંતુ તે દરેક ક્ષેત્રમાં પોતાની અગ્રણ્ય ભૂમિકા નિભાવતી થઈ છે. બિઝનેસ, રાજકારણ, વિજ્ઞાન, રમતગમત કે કલાનો ક્ષેત્ર હોય, સ્ત્રીઓએ પોતાનો આગવી ઓળખ આપી છે. તા. ૦૮/૦૩/૨૦૨૫, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિન” ઉજવણી કરવામાં આવી હતી.
સ્ત્રીઓએ સામાજિક કટ્ટરપંથ, જાતિઅસમાનતા અને અત્યાચાર સામે લાંબી લડત આપી છે. આજે, મહિલાઓ માટે શિક્ષણ, રોજગાર અને સમાન અધિકારનું મહત્વ વધ્યું છે. તેમ છતાં, હજુ પણ ઘણી જગ્યાએ મહિલાઓને પોતાની ઓળખ અને અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે.
- મહિલાઓ માટે શશક્તિકરણ ની જરૂર
- શિક્ષણ: મહિલાઓને સશક્ત બનાવવા માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- સમાન પગાર: એક જ કામ માટે પુરુષ અને સ્ત્રીને સમાન પગાર મળવો જોઈએ.
- સુરક્ષા અને સન્માન: મહિલાઓ માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ જરૂરી છે.
- આજની નારી—નવું યુગ, નવી દિશા
આજની સ્ત્રી સ્વતંત્ર, આત્મનિર્ભર અને સશક્ત છે. તે પોતાની પસંદગી અને નિર્ણય લે છે. સમાજ હવે તેને એક નવી દૃષ્ટિએ જુએ છે.
વિશ્વ મહિલા દિન માત્ર એક દિવસ ઉજવણીનો નહિ, પણ દરરોજ સ્ત્રીઓને માન-સન્માન આપવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. ચાલો, આજના દિવસે સંકલ્પ કરીએ કે દરેક સ્ત્રીને સમાન તક, સન્માન અને સશક્તિકરણ મળશે.
હેપ્પી વુમન્સ ડે!