“સ્ત્રીત્વથી સર્જન શક્તિ નીખરી બાળકોમાં સંસ્કાર સિંચતી નારી,
ઘરમાં વસંતની બહાર ખીલવતી નાના મોટા સૌની કાળજી રાખતી નારી,
કુશળ ગૃહિણી ને વીરાંગના હો માતા સદા સિદ્ધી મેળવતી નારી,
આ સંસારને પૂર્ણ બનાવતી નારી.
સ્ત્રી મતલબ સોંદર્ય, શ્રદ્ધા અને શક્તિ.સ્ત્રી કુટુંબને સકારાત્મક બનવાની પ્રેરણા પૂરી પાડે છે.સ્ત્રીત્વને સન્માનવા દર વર્ષે ૮ માર્ચ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસની ઉજવણીએ પોતાના જીવનમાં દરેક સ્ત્રી પ્રત્યે કૃતજ્ઞતા અનુભવવાનો એક માર્ગ છે, પછી તે વ્યાવસાયિક હોય કે અંગત જીવનમાં. આ દિવસ ઉજવવાનો ધ્યેય મહિલાઓનું સન્માન, તેમની પ્રસંશા કરવાનો છે. આ સ્ત્રી અવતાર માત્ર કવિની કલ્પના નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં જોડાયેલ નારીના રૂપ છે. નારીના અનેક રૂપ છે. સખી, દીકરી, માતા, પત્ની વગેરે આ બધામાં સૌથી પ્રેમાળ રૂપ માતાનું છે. આથી, વાલીમાતાને સન્માનિત કરવાના હેતુ સહ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતી, સ્વ. શાંતાબા, સ્વ. ચંપાબા, સ્વ. સુનિતામેમ સમક્ષ દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવી. ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનશ્રીઓ ડો.તન્વી જોષી (MB DGO) પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાની છે, એડવોકેટ રંજનબેન નાડા (B.A., LLB), ડો. નિરાલી પાલડીયા (ત્વચા અને વાળના નિષ્ણાત) અને પારુલ ઠુમ્મર (B.Farm.,મોટા વરાછા મેડિકલ એસોસિએશનના સક્રિય સમિતિના સભ્ય છે) એમનું આચાર્ય તેમજ ઉપચાર્ય દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ ઉપસ્થિત સર્વનું શબ્દિક પુષ્પો દ્વારા સ્વાગત કરી કૃતિમાં ભાગ લેનાર માતાઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં માતા તેમજ શિક્ષક દ્વારા વિવિધ ડાન્સ, નારી શક્તિ વિષય પર વક્તવ્ય, નાટક, ગીત - સંગીત વગેરે જેવી કુલ ૨૮ જેટલી કૃતિ પ્રસ્તુત કરી હતી તેમજ કાર્યક્રમ નિહાળવા ૨૦૦ જેટલી સંખ્યામાં વાલીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. કેટલી માતાઓએ કાર્યક્રમમાં પહેલી વાર કૃતિ પ્રસ્તુત કરી રહી હતી. વાતાવરણમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છવાય ગયો હતો. માતાઓએ સકારાત્મક અભિપ્રાય આપી અલ્પાહારની સાથે મજા માણી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.
આજની સ્ત્રી સ્વતંત્ર અને આત્મનિર્ભર છે અને બધું કરવા સક્ષમ છે. ચાલો તેમના અસ્તિત્વના મહત્વને બિરદાવીએ અને તેમને ભવિષ્યની સિદ્ધિઓ માટે પ્રેરણા આપીએ. દુનિયાની તમામ
મહિલાને "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા"