તા. 26/08/2023 ને શનિવારે 1.00 pm થી 4.30pm દરમ્યાન એલ. પી. સવાણી રીવર સાઇડ, ડભોલી, સુરત શાળા ખાતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ભજન સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં લગભગ અંદાજીત 20 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરા મા. અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ ભાગ લીધો હતો. (1) ધોરણ 8 ની ઝાલવાડિયા ત્વિષા બ્રિજેશભાઈ ના ભજન ગીતના શબ્દો હતા ‘હંસલાજી હાલોને’ અને (2) ધોરણ 8 ની ઘેલાણી ઝરણા પ્રદીપભાઈ ના ભજન ગીતના શબ્દો હતા ‘એકલા જ આવ્યા મનવા’ શાળાના સંગીત વિષય શિક્ષકોએ ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને તબલા હાર્મોનિયમ અને મંજીરા વધ્યોથી સાથ આપ્યો હતો.
સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત પૂર્વતૈયારી પૂર્વકની, તાલબદ્ધ અને કર્ણપ્રિય રાગમાં રહી હતી. ભજન પ્રાચીન લેવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ સાથે નૈતિક મૂલ્યો અને અધ્યાત્મિક વિચાર ગમન તરફ સંવેદનશીલ બને. પોતે ભગવાન તરફ કૃતજ્ઞ બની જીવનમાં તમામ બાબતો ગ્રહણ કરે એવું ભજન સ્પર્ધા દ્વારા અભિવ્યક્ત કરવા વિદ્યાર્થીઓને તક પૂરી પાડવામાં આવી હતી. ઘણાં વિદ્યાર્થીઓ વિષય અનુરૂપ પહેરવેશ તેમજ સહાયક સાધન સામગ્રીઓ નિદર્શન માટે સાથે લાવ્યા હતા.
સમગ્ર સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં આપણી શાળાની વિદ્યાર્થિનિ 1 ઘેલાણી ઝરણા પ્રદીપભાઈ નો બીજો ક્રમ આવ્યો હતો. અને 2] ધોરણ – 8 ની ઝાલવડિયા ત્વિષા બ્રિજેશભાઈ નો ત્રીજો ક્રમ આવ્યો હતો. જે માટે નિર્ણાયકશ્રી દ્વારા રાગનો તાલમેલ, સાહિત્યની શ્રેષ્ઠતા દર્શાવતું ભજન પસંદગી, વાદ્યની ઉત્તમ રજૂઆત વગેરે બાબતની પુષ્ટિ કરવામાં આવી હતી તેમજ અન્ય સર્વ વિદ્યાર્થીઓને ભાષા શુદ્ધિ, રાગ, શુદ્ધ ઉચ્ચારણ સાથેનું ગાયન, વિષય અનુરૂપ ગુણવત્તા સભર માહિતીઓ પોતાની રજુઆતમાં હોવી જોઈએ એવું જણાવ્યું હતું. અંતે પ્રમાણપત્ર ગણેશ મૂર્તિ, પુસ્તક વગેરે ઇનામ પેટે વિજેતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર સર્વ વિદ્યાર્થીઓને ભાગ લીધા બદલનું પ્રમાણપત્ર આપી શાળાના ટ્રસ્ટીશ્રીઓએ બિરદાવ્યા હતા.