તા. 20/08/2023 ને રવિવારે 9.00am થી 12.45pm દરમ્યાન જહાંગીરાબાદ, સુરતની REDIANT INTERNATIONAL SCHOOL માં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં બે વિભાગ મળી લગભગ અંદાજીત 30 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરામા અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ ભાગ લીધો હતો. ધોરણ – 8 ની લુણાગરિયા આર્યા સંજયભાઈનો વિષય જાતિવાદ કે રાષ્ટ્રવાદ હતો અને ધોરણ-10 ની અલગિયા વિધિ રજનીભાઈ નો વિષય આધુનિક સમયમાં ધર્મનું સ્થાન હતો.
સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત પૂર્વતૈયારી પૂર્વકની,મુદ્દાસર અને સચોટ રહી હતી. મોબાઈલ, સભ્યતા, માનવીય સંબંધો, રાષ્ટ્ર વાદ કે જાતિવાદ, ચંદ્રયાન 3, વ્યસનમુક્તિ… વગેરે જેવા અનેક વિષયો પર દરેક શાળાના વિદ્યાર્થી ભાઈ- બહેનોએ કુશળતા પૂર્વક રજૂ કર્યા હતા.ઘણાં વિદ્યાર્થીઓ વિષય અનુરૂપ પહેરવેશ તેમજ સહાયક સાધન સામગ્રીઓ નિદર્શન માટે સાથે લાવ્યા હતા.
સમગ્ર સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં આપણી શાળાની વિદ્યાર્થિનિ લુણાગરિયા આર્યા સંજયભાઈ ધોરણ – 8 નો વિભાગ અ માંથી પ્રથમ ક્રમ આવ્યો હતો. જે માટે નિર્ણાયક શ્રી દ્વારા તેની સ્પષ્ટ અને સચોટ રજૂઆતની પુષ્ટિ કરવામાં આવી હતી તેમજ અન્ય સર્વ વિદ્યાર્થીઓને ભાષા શુદ્ધિ, વાક્છટા, વિષય અનુરૂપ ગુણવત્તા સભર માહિતીઓ પોતાની રજુઆતમાં હોવી જોઈએ એવું જણાવ્યું હતું. અંતે અલ્પાહાર બાદ દરેક વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ ભાગ લેનાર સર્વ વિદ્યાર્થીઓને ભાગ લીધા બદલનું પ્રમાણપત્ર આપી શાળાના ટ્રસ્ટીશ્રીઓએ બિરદાવ્યા હતા.