ગીતા જયંતી: જ્ઞાન અને માર્ગદર્શનનો પર્વ

        ગીતા જયંતી એ એક મહત્વપૂર્ણ પર્વ છે, જેનો ઉત્સાહ ભક્તોમાં અને જ્ઞાનમાં રુચિ રાખનારા વ્યક્તિઓમાં વધારે બઢવાનો કારણ છે. ગીતા, ભગવાન શ્રીકૃષ્ણના અર્જુન પર ધર્મયુદ્ધમાં સંજયાંગમ કરતાં દરબાર કરતાં મળેલા સર્વાંગ જ્ઞાનનો આધાર છે. ગીતા જયંતી પર, આપણે આ પવિત્ર ગ્રંથનો મહત્વ સમજવાનો પ્રયાસ કરીએ. ગીતાનો સંદેશ: ગીતા એવી એક ગ્રંથ છે જે જીવનના વિવિધ પહેલું ધર્મ, નૈતિકતા, અને યોગમાર્ગને સંદેશ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણનો અર્જુનના વિચારોને માર્ગદર્શન કરવાનો દૃષ્ટિકોણ તેમજ તેની જીવનરીતિને સાકારતાથી પ્રસ્તુત કરવામાં આવતો છે. ગીતામાં ઉપસ્થિત યોગમાર્ગ, કર્મયોગ, ભક્તિયોગ, અને જ્ઞાનયોગના સિદ્ધાંતો ભક્તોને જીવનના વિવિધ આયામોમાં પ્રવૃત્ત કરવામાં મદદ કરે છે.

       આજ રોજ તા:22/12/2023 ને  શુક્રવાર ના રોજ ગીતા જયંતિ નિમિતે ગજેરા વિદ્યાભવન ઉતરાણ ખાતે ભગવત ગીતા ના અધ્યાય પઠન અને શ્લોક ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય રીતે ધોરણ-8 અને 9 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,

       ગીતાનું જ્ઞાન માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં, પરંતુ જીવન પર્યંત ઉપયોગી બને છે, ગીતાનું જ્ઞાન એ આપણાં જીવનની ધરોહર છે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય ગ્રંથો અને પુરાણો વિશેની માહિતીનો વિકાસ થાય અને સાથે સાથે તેમના વાણી અને વર્તનમાં સભ્યતા આવે એ હેતુથી એ સમાજના એક ઉમદા નાગરિક બને એ આશય સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું,

       આ કાર્યક્રમ દરમિયાન ગજેરા શાળાના શિક્ષકો જેમ કે બરવાડિયા પરસોતમભાઈ તેમજ દીપકભાઈ બારોટ દ્વારા વિદ્યાર્થીઓને ભગવત ગીતા અંગેનું સુંદર જ્ઞાન આપવામાં આવ્યું, અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાના જીવનમાર્ગમાં ગીતા નું જ્ઞાન કઈ રીતે ઉપયોગી છે, અને સામાજિક પ્રશ્નો હોય કે પછી વ્યક્તિગત પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ભગવત ગીતામાં રહેલું છે, તે બાબત થી વિદ્યાર્થીઓને જ્ઞાત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *