ગુરુપૂર્ણિમા

ગુરુ તેને ઉપકાર કા કૈસે ચુકાઉ મેં મોલલાખ કિંમતી ધન ભલા, ગુરુ હૈ મેરા અણમોલ.

ગુરુપૂર્ણિમા એટલે જ્ઞાનપૂર્ણિમા, સંસ્કારપૂર્ણિમા, સંસ્કૃતિપૂર્ણિમા અને અસ્મિતાપૂર્ણિમા. ગુરુના મહત્ત્વને સમજવાનો અને સ્વીકારવાનો ગુરુમહિમા ગાવાનો, ગુરુના ગુણોને ગ્રહણ કરવાનો, ગુરુમાં આસ્થા પ્રસ્થાપિત કરવાનો, ગુરુના ઋણને સ્વીકારવાનો, ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાનો, ગુરુત્વ-ગુરુતાનો સાક્ષાત્કાર કરવાનો અને ગુરુદક્ષિણા આપવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા.

ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય ।

બલિહારી ગુરુ દેવકી જિન્હે ગોવિંદ દિયો બતાય ||”

       ગુરુપૂજન એ ભારતીય પરંપરા છે, ‘ગુરુવાદ’ને પોષવાનો નહીં પરંતુ ગુરુસંવાદ કરીને ગુરુના અમૃતવચનોને જીવનમાં ઉતારવાનો સોનેરી અવસર એટલે ગુરુપૂર્ણિમા. ગુરુનું પૂજન એ ભારતીય સંસ્કૃતિનું સુમધુર તેમજ ભાવભીનું કાવ્ય છે. ગુરુ વિશ્વની અનંતતાનું તેમજ સૃષ્ટિના જ્ઞાનનું દર્શન કરાવે છે. સદ્ગુરુ જીવનની કલા શીખવી માનવને ઈશ્વરાભિમુખ બનાવે છે. તા. 20/૦૭/૨૦૨૪ ના રોજ અમારી શાળા શ્રીમતી. એસ. એસ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણમાં ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદના તેમજ ભજનની રજૂઆત કરવામાં આવી અને ગુરુનું શિષ્યના જીવનમાં મહત્વ વિશેનું વક્તવ્ય આપવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું.

       ગુરુપૂર્ણિમાના પાવન અવસરે જેમણે આપણું ઘડતર કર્યું છે, આપણને સદમાર્ગે વાળ્યા છે, સાચી દિશા બતાવી છે એ તમામ લોકો-આપણા માતા-પિતા, શિક્ષક, સદગુરૂ વગેરેનો આપણે ઋણસ્વીકાર કરીએ અને તેમના ચરણોમાં ગુરુદક્ષિણા રૂપે ભાવગુચ્છ અર્પીને કોટિ કોટિ વંદન કરીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *