“ જનસંચારના નવનિર્માણનો જયઘોષ”

ડિસેમ્બર 1996માં યુનાઇટેડ નેશન જનરલ અસેમ્બલીએ 21 નવેમ્બરને વર્લ્ડ ટેલિવિઝન ડેની રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.

      આ કોઇ મોટો દિવસ નથી. પરંતુ ગ્લોબલ કમ્યુનિકેશનનું પ્રતિક ગણાઇ રહ્યું છે. આ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજે એટલે કે 21 નવેમ્બર 2025ના રોજ સમગ્ર વિશ્વમાં ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ટેલિવિઝન એ જનસંચારનું એવું માધ્યમ છે કે જેના દ્વારા તમે શિક્ષણ, સમાચાર અને મનોરંજન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહો છો. તે તમારા સુધી માહિતી પહોંચાડવાનું એક યોગ્ય માધ્યમ છે. બ્લેક એન્ડ વ્હાઇટથી શરૂ થયેલી આ સફર આજે સ્માર્ટ ટીવી સુધી પહોંચી છે. આજે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ટીવી ઉપલબ્ધ ન હોય. ટીવી એ માત્ર આપણા મનોરંજનનું સાધન નથી, પરંતુ તેના દ્વારા આપણે દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ વિશે પણ જાણીએ છીએ. 

આજે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ ક્રાંતિના યુગમાં, ક્રિકેટ હોય કે ચૂંટણી કવરેજ, આપણામાંથી મોટાભાગના લોકો મોબાઈલને બદલે ટીવી પર જોવાનું પસંદ કરે છે. વિશ્વભરમાં ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવવામાં આવે છે.

ટેલિવિઝન જે સંચાર અને વૈશ્વિકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના મહત્વને ઉજાગર કરવા માટે તે દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. કારણ કે, ટેલિવિઝન જનસંચારનું એવું માધ્યમ છે. જે મનોરંજન, શિક્ષણ, સમાચાર અને રાજકારણને લગતી તમામ પ્રવૃત્તિઓ વિશે માહિતી અને જ્ઞાન પ્રદાન કરે છે.

તે શિક્ષણ અને મનોરંજન બંનેનું આરોગ્યપ્રદ સ્ત્રોત પણ છે. તે માહિતી આપીને સમાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

 

વિશ્વ ટેલિવિઝન દિવસ નિમિત્તે વિશ્વભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં ટેલિવિઝન કાર્યક્રમોનું સ્ક્રીનીંગ, ટેલિવિઝન પત્રકારત્વ પર ચર્ચાઓ અને ટેલિવિઝનની સામાજિક અને સાંસ્કૃતિક અસર પર ચર્ચાઓનો સમાવેશ થાય છે.

તેથી અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ આ દિવસને વધુ યાદગાર બનાવવા  ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓ માટે જાહેરાત માટે નો એક પાત્રીય  અભિનય અને ધોરણ સાત અને આઠ ના વિદ્યાર્થીઓ માટે સમાચાર વાંચન (news reading) સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *