જન્માષ્ટમી – ૨૦૨૪

माखन चुरा कर जिसने खाया,

बंसी बजाकर जिसने नचाया,

खुसी मनाओ उसके जन्मदिन की

जिसने दुनिया कोप्रेम का रास्ता दिखाया।

જન્માષ્ટમી એટલે કે શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. શ્રાવણવદ આઠમના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. ભાગવત પુરાણ પ્રમાણે શ્રી કૃષ્ણએ વિષ્ણુના આઠમા અવતાર છે .તેઓ વસુદેવ અને દેવકીના પુત્ર છે .શ્રાવણવદ આઠમની મધ્યરાત્રીએ મથુરાના કારાગૃહમાં જન્મ અને પછી તુરંત જ તેમના પિતા તેમને યમુના નદી પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદા ને ત્યાં મૂકી આવ્યા ની કથા પણ ખૂબ જ જાણીતી છે.

કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું .કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમો સંતાન હતા. કૃષ્ણની પહેલા તેમના સાત ભાઈઓને તેમના મામા કંસે ક્રુડતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના આઠમા સંતાનને મારી ન નાખે તે માટે દેવી શક્તિ દ્વારા પ્રેરાતા કૃષ્ણને કારાગૃહ માંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘેર આઠમના રાત્રે તેમના પિતા વસુદેવજી યમુના નદી પાર કરીને શ્રીકૃષ્ણને ગોકુળમાં નંદ યશોદાના ઘરે મૂકી આવે છે. ને એ રીતે પહેલ વહેલો શ્રીકૃષ્ણ જન્મોત્સવ ગોકુળમાં ઉજવવામાં આવે છે અને ગવાય છે .

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી .

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. ના નાદ સાથે આખું  ગોકુળ ઝૂમી ઉઠે છે અને ગાય છે.

ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી.

આમ શ્રીકૃષ્ણ ગોકુળમાં નંદ નંદન અને યશોદા નંદન બની રહ્યા. મામા કંસે અનેક યુક્તિઓ રચી. રાક્ષસો મોકલ્યા પણ શ્રીકૃષ્ણએ માયાવી અસુરોનો સંહાર કર્યો.

શ્રી કૃષ્ણનું તો વિવિધ રંગીન વ્યક્તિત્વ છે. તે બાળકોના મસ્તીખોર ,માખણ ચોર, વૃંદાવનના નટવર અને ગોપીઓના રાસેસ્વર છે. તેમને ગોવર્ધનધારી તરીકે આવા અનેક નામોથી ઓળખાય છે.

આ દિવસે  લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે. અને વિવિધ વાનગીઓ બનાવે છે. કૃષ્ણ જન્મના સમયે રાત્રે 12:00 વાગ્યા સુધી ઉપવાસ રાખે છે. અને બીજા દિવસે સવારથી જ ઠેર ઠેર ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડવા માટે નીકળી પડે છે. મોટા શહેરોમાં( મુંબઈમાં )મટકી ફોડ માટે ઇનામો પણ રાખવામાં આવે છે.

આમ જન્માષ્ટમી નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે .દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરમાં કૃષ્ણ મંદિરો માં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી તથા આરતી પૂજા કાર્યક્રમ હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *