ટ્રાફિક અવેરનેસ પખવાડિયું

સડક સુરક્ષા નિયમો કા કરો સન્માન

ન હોગી દુર્ઘટના ન હોગેં  આપ પરેશાન.”

            માર્ગ અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક નિયમ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમ અંગે પ્રજામાં જાગૃતિ લાવવા માટે શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં સેમિનાર યોજી ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવે છે.

            ભારતીય રસ્તાઓ વિવિધ વાહનો અને રોજિંદા મુસાફરોથી ભરેલા છે. તમામ પ્રકારના રસ્તાના ઉપયોગકર્તાઓની  સલામતી અને સગવડતા માટે તેમજ તેમની સરળ મુસાફરી  સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમો ઘડવામાં આવ્યા છે. કેટલાક લોકો જાણી જોઈને અથવા અજાણતા ટ્રાફિક નિયમો તોડે છે. તેને ઘણીવાર મોટી રકમનો દંડ ભરવો પડે છે. રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને મુસાફરી સુરક્ષિત બનાવવા માટેનું આ એક પગલું છે.

       મોટાભાગના કેસમાં લોકો પોતાના બાળકને  વાહનની ચાવી આપીને નિશ્ચિત બની જતા હોય છે. અને બાળકો વાહન ચલાવવાના ઉત્સાહમાં અકસ્માત નોતરે છે. ત્યારે જો દરેક શાળામાં ટ્રાફિકના નિયમોની જાણકારી અંગે અભિયાન કરવામાં આવે તો બાળકો ટ્રાફિક ના નિયમો જાણી શકે અને ગંભીર અકસ્માત થી બચી શકે.

રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. અને કેટલાય લોકો જીવ ગુમાવે છે. જેનાથી તેમના પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

“Our speed is a knife That cut the life.”

           અમારી શાળા શ્રીમતી એસ.એચ ગજેરા વિદ્યાભવન, ગુજરાતી માધ્યમ, પ્રાથમિક વિભાગમાં આચાર્યશ્રી છાયાબેન ભાઠા વાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શિક્ષકશ્રીએ  પી.પી.ટી દ્વારા વિવિધ સિગ્નલની માહિતી આપી.જેમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરીએ તો કેવો ગંભીર અકસ્માત સર્જાય અને ગંભીર પરિસ્થિતિ નિર્માણ થાય તેને સમજ આપવામાં આવી.

 

        એક ટ્રાફિક પોલીસ જે ગરમી, ઠંડી કે વરસાદી દિવસોમાં પણ પોતાનું કાર્ય સતત કરે છે. અને રસ્તાઓ પર ટ્રાફિક થતા અટકાવે છે. તેઓનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે. અમારી શાળાના શિક્ષકશ્રી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક પોલીસ પર જઈ તેમને કાર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યા.

ગંભીર રોડ અકસ્માત બનતા અટકાવવા માટે અમારી શાળામાં ASI કંચનભાઈ કોન્સ્ટેબલ  હેડ  જીતેન્દ્રભાઈ, કોન્સ્ટેબલ સંજયભાઈ, દેવરાજભાઇ ગામીતભાઈ અને પારૂલબેન પંચાલ  દ્વારા વિવિધ ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓને હેલ્મેટ, શીટબેલ્ટ, ટ્રાફિક સિગ્નલ, ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલનો ઉપયોગ ન કરવો, નશાકારક પદાર્થોનું સેવન કરીને વાહન ચલાવવું નહીં, પાર્કિંગ તથા રોડ સેફ્ટી બાબતે તેમજ સલામત રીતે વાહન ચલાવવા બાબતે સમજ આપવામાં આવી.

સલામતી જાળવવા માટે ટ્રાફિક નિયમો ખૂબ જ મહત્વના છે. એક જાગૃત નાગરિક બનીને સુરક્ષાના દરેક નિયમોનું પાલન કરવું અને કરાવવું એ દરેક નાગરિકની ફરજ છે. આપણે રોડ અને ટ્રાફિકના દરેક નિયમોને જવાબદારીથી અનુસરવા જોઈએ.

                                                        “યાતાયાત કે નિયમો કો અપનાવો

                                                            જીવન અપના સુરક્ષિત પાઓ.”

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *