“GREAT OPPORTUNITY FOR PARENT AND TEACHER TO DEVELOP A HEALTHY AND STRONG RELATIONSHIP FOR THE HOLISTIC DEVELOPMENT OF THE CHILD”
શિક્ષક અને વાલી વચ્ચેનો સુંદર સમન્વય એટલે વાલી મીટીંગ.
ભણવું એટલે માત્ર પરીક્ષા નથી પણ ભણવું એટલે જીવન ઘડતર અને એક સારા માણસ બનવાની કેળવણી છે. બાળકના ઘડતરમાં માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા ફરી સમજાવવાની જરૂર છે.
બાળકના ઘડતર અંગે શિક્ષક અને વાલી વચ્ચે હકારાત્મક અને રચનાત્મક સંબંધ ઊભો કરવાનો સમન્વય એટલે વાલી મીટીંગ. માતા-પિતા અને પરિવાર એવું ઇચ્છતા હોય છે કે તેમના બાળકની શ્રેષ્ઠ કારકિર્દી બને અને તેના અભ્યાસ અંગેની ચર્ચા વિચારણા શિક્ષક સાથે બેસી તેના પરિણામને સુધારવા પ્રયત્ન કરે.
બાળક શાળામાં પ્રથમ નંબરે પાસ થાય તો જ એ શિક્ષિત ગણાય એવા ભ્રમથી વાલીએ બહાર આવવું પડશે. સમાજમાં એવા કેટલાક વ્યક્તિઓ છે જેની શૈક્ષણિક કારકિર્દીનો ફાળો તેમના સફળતામાં નહિવત છે. બાળકરૂપી કુમળા છોડને જતનથી સાચવવું ખૂબ જ સ્નેહથી તેનું સિંચન કરવું. પરંતુ તેનો વિકાસ કરવાની મોકળાશ એને આપો .જીવનભર એને આંગળી પકડીને ચલાવવું નહીં પરંતુ બાળકને એની મેળે ચાલવા દો. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે તે ડગમગી જાય ત્યારે એને પડવા નથી દેવાનું એને પ્રેમથી સંભાળી લેવાનું છે. પરંતુ ચાલવાનું તો એને એકલા એ જ હોય છે.
આમ આજરોજ વાલી મિટિંગમાં શિક્ષક અને વાલીઓમાં સુમેળ ભર્યા સંબંધ જોવા મળ્યા. બાળકો નો સર્વાંગી વિકાસ તેના ઘડતર તથા આસપાસના વાતાવરણમાંથી જ મળે છે.
પરંતુ બાળકને જરૂરી માર્ગદર્શન પણ શાળાના શિક્ષકો પાસેથી મળી રહે છે. તેથી શાળામાં વાલી મિટિંગમાં હાજરી આપવી ખૂબ જ જરૂરી છે. શિક્ષકો સાથેની મુલાકાતથી ચર્ચા કરી બાળકોની નોટબુક ,સ્વાધ્યાયપોથી દરરોજ તપાસવી જેથી શિક્ષકોએ કોઈ નોંધ કરી હોય તો તેની જાણ આપશ્રીને થઈ શકે અને બાળકોની શિક્ષણ વિશેની માહિતી આપશ્રી ને મળી શકે .
આમ આજરોજ તા. 19-10-2024ના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે બાળકમાં રહેલા સારા નરસા પાસાઓની વાલીશ્રી તથા શિક્ષકશ્રી સાથે ચર્ચા વિચારણા થાય તે અંગે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર બતાવવામાં આવ્યા અને બાળકોનું રીઝલ્ટ આપવામાં આવ્યું. શિક્ષક શ્રી દ્વારા બાળકોના અભ્યાસને લગતી વિષયવાર તેમના વાલીશ્રીને જાણ કરવામાં આવી હતી.
શાળાના આચાર્યાશ્રી દ્વારા પણ બાળકનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિના પંથે પહોંચી શકે તે બદલ હજુ કયા સારા પ્રયત્ન કરી શકાય તેની વાલીશ્રીઓને વિશેષ માહિતી આપી હતી.
શાળા પરિવાર વતી રીઝલ્ટ અંગે બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.