દેશ પ્રત્યે ભક્તિ રજૂ કરવાના બે જ દિવસો આવે છે 15 મી ઓગષ્ટ જ્યારે આપણે અંગ્રેજોના રૂપકમાં માનવભક્ષી જીવના બંધનની સાકળ તોડીને સ્વતંત્ર થયા હતા અને 26 મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ નક્કી થયું હતું… પછી દૈનિક પોતાના દરેક પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. આપણું ભવિષ્ય એટલે કે ફૂલ રૂપક બાળકોમાં દેશભક્તિ ધબકતી રહે અને એ ધબકારા ક્યારે ઓછા ના થાય તે હેતુથી આજે અમારા અધ્યાપનમંદિર એટલે કે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે ઉત્રાણ જગ્યા પર સ્થિત છે ત્યાં હોલમાં યોજાઈ હતી.
દેશભક્તિ ગીતમાં મૂલ્યાંકન ગાવાની શૈલી, ભાષા સ્પષ્ટતા અને હાવભાવ, આત્મવિશ્વાસ અને અન્ય આમ આટલા પરિબળોને ધ્યાનમાં રાખીને થયું હતું. જેમાં અમારા ધોરણ 9 થી 12 વિધાર્થીઓએ હર્શિતમુખ અને ઉત્સાહ દાખવીને ભાગ લીધો હતો. નિર્ણાયકો શ્રી શત્રુગન સાહેબ હતા.
બાળકોના શબ્દરૂપી ગાનથી હોલનો પરિસર ગુંજી ઉઠયો હતો. શ્રોતાગણના રૂંવાટા ઉભા થઈ ગયા હતા અને ચેહરા પર આંખની વક્રતામાંથી અશ્રુ સરી ગયા હતા અને જ્યારે દેશ માટે પોતાનું લોહી વહેનારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હોય એવો માહોલ સર્જાયો હતો.
નંબર લાવનાર : ૧) કોલડિયા હોય (9/B), ૨) ચૌહાણ મનસ્વી (૧૧ કોમ.), ૩) ચૌહાણ પ્રાચી ( ૯/A).
ભારત દેશ બધાજ પ્રાંતના લોકોને આવકારે છે જે એમની વિશિષ્ટતા છે. જય હિન્દ. વંદે માતરમ્…