નવરાત્રી મહોત્સવ ૨૦૨૫-૨૬

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા

નમસ્તયે નમસ્તયે  નમસ્તયે નમો નમઃ

 

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે શારદીય નવરાત્રી . શારદીય નવરાત્રી એ ભારત અને વિશ્વમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે .નવરાત્રીએ નવ દિવસનો તહેવાર છે . જે નવ દેવીઓના માનમાં ઉજવાય છે . આ તહેવાર નવ રાત સુધી ચાલે છે . આ નવ રાતનો તહેવાર ખૂબ જ ભક્તિ ભાવથી ઉજવવામાં આવે છે . આ પર્વ આસો મહિનામાં શરદઋતુ દરમિયાન આવે છે . આ તહેવાર પૂજા અર્ચના અને રાસ ગરબા થી ઉજવવામાં આવે છે .આ તહેવાર દેવી શક્તિના નવ સ્વરૂપોને સમર્પિત છે

શૈલપુત્રી  બ્રહ્મચારીની  •ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંધ માતા  •કાત્યાયની કાલ રાત્રી  •મહા ગૌરી  સિદ્ધિદાત્રી

આ નવરાત્રી વિશેષ મહત્વ ધરાવે છે . પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો રાક્ષસ હતો . તેણે ઘોર તપસ્યા કરી ને ભગવાન પાસેથી વરદાન મેળવ્યું કે તે કોઈ નર જાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે .આ વરદાન બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો  અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો . ત્યારે દેવી શક્તિએ મહિષાસુર  સાથે યુદ્ધ કર્યું . અને મહિસાસુરનો વધ કર્યો તેથી આપણે નવરાત્રી ઉત્સવ ની ઉજવણી કરીએ છીએ .

 

આ નવરાત્રીઓમાં શાળા કોલેજોથી લઇ શેરી મેદાનમાં રાસ ગરબા નું આયોજન થતું હોય છે .જેમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે .

આજરોજ અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં નાના – મોટા ખેલૈયાઓએ અલગ અલગ ટ્રેડિશનલ કપડા પહેરી માતાજીની આરતી દ્વારા આરાધના કરી અને ત્યારબાદ મન મૂકીને રાસ ગરબાનો ખૂબ જ આનંદ લીધો .

નવરાત્રી એ એકતા અને અસત્ય પર સત્યનો વિજયના પ્રતિક રૂપનો તહેવાર છે . નવરાત્રી મહોત્સવ એ એક એવો તહેવાર  છે .જે સમગ્ર સમાજને એક સાથે જોડે છે . આ મહોત્સવ દ્વારા આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખી શકીએ છીએ .

ઢોલના ધબકારે મનડુ હરખાય , તાળીઓ ના તાલે દેવી પૂજાય ,

 

નવ દિવસની ભક્તિથી જીવન પાવન થાય , માતાના આશીર્વાદ સૌનું કલ્યાણ થાય .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *