નવા વિચારો સાથે નવા શૈક્ષણિક દ્રષ્ટિકોણની શરૂઆત

     તા. ૦૩/૧૧/૨૦૨૫, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે કતારગામ, ઉત્રાણ અને સચિન બ્રાંચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકમિત્રો માટે “Challenges and Opportunities in Education with Emerging Technology and Trends” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે PM Publishers ના સભ્યશ્રી મનીષભાઈ પુરાણીક ઉપસ્થિત રહ્યા હતા.

     સેમિનાર દરમિયાન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શિક્ષણને વધુ સરળ અને અસરકારક કેવી રીતે બનાવી શકાય તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. ખાસ કરીને Canva AI, MagicSchool AI, ChatGPT અને અન્ય અનેક AI સાધનો દ્વારા શિક્ષકોનો સમય કેવી રીતે બચાવી શકાય અને શિક્ષણને વધુ રસપ્રદ બનાવી શકાય તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું.

     શિક્ષકોની ભાગીદારી સાથે રસપ્રદ ક્વિઝ પણ યોજવામાં આવી. શૈક્ષણિક કાર્યને વધુ રસપ્રદ બનાવવા માટે મોબાઈલ દ્વારા સરળતાથી ઉપયોગ કરી શકાય તેવા અનેક ઉપયોગી ટૂલ્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સેમિનાર દરેક શિક્ષકો માટે અતિ ઉપયોગી સાબિત થયો. અંતે આચાર્યશ્રીની આભારવિધિ સાથે સેમિનારનું સમાપન કરવામાં આવ્યુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *