“નવું સત્ર, નવી શરૂઆત”
નવું વર્ષ લાવ્યું નવો ઉલ્લાસ,
સ્કૂલમાં ગૂંજ્યો આનંદનો અવાજ,
મિત્રો સાથે શીખવાનો આરંભ નવોઃ,
સ્વાગત છે તમારું આ શિક્ષણ ધામે સૌનું!
વેલકમ ટુ સ્કૂલ” એટલે બાળકો માટે નવું પ્રારંભ, નવી શરૂઆત અને ખુશીઓનો પર્વ. જ્યારે વિદ્યાર્થીઓ લાંબી રજાઓ પછી સ્કૂલમાં પાછા આવે છે, ત્યારે સમગ્ર સ્કૂલમાં આનંદ અને ઉત્સાહ છવાઈ જાય છે. શિક્ષકો પ્રેમથી બાળકોનું સ્વાગત કરે છે .
બાળકો નવા મિત્રો સાથે મળીને નવી વાતો શીખે છે, નવા પુસ્તકો, નવું બેગ અને નવી આશાઓ સાથે અભ્યાસની નવી સફર શરૂ કરે છે. “વેલકમ ટુ સ્કૂલ” એ માત્ર એક દિવસ નહીં પરંતુ જ્ઞાન, મિત્રતા અને પ્રગતિની નવી દિશા છે.
આ હેતુથી આજ રોજ ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓનો દિવાળી વેકેશન પછીનો પ્રથમ દિવસને સ્મૃતિમય બનાવવા માટે નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો . સૌ પ્રથમ શાળાના આચાર્યા શ્રી દિપ્તીમેમ અને ઉપાચાર્યશ્રી મનિષામેમ દ્રારા વિદ્યાર્થીઓને કંકૂનો તિલક કરી વર્ગ શિક્ષકોએ બાળકોને મધુર આંલિગન આપીને બાળકોનું વર્ગમાં સ્વાગત કરવામાં આવ્યું હતું . ત્યારબાદ વિદ્યાર્થીઓએ વર્ગમાં હાથના પંજા અને અંગૂઠા દ્વારા રંગવડે છાપકામ કરી વિવિધ ચિત્રો બનાવ્યા હતા તેમજ વૃક્ષના ચિત્ર પર થમ્બ પ્રિન્ટ કરાવવામાં આવ્યું હતુ . તેમજ વેલકમ લખેલ પોસ્ટર પર વિદ્યાર્થીઓએ પોતાની સહી કરી હતી . ત્યારબાદ શિક્ષકો દ્વારા નાનકડી ચિઠ્ઠીમાં વેલકમ મેસેજ લખી નોટના પહેલા પાનાં પર ચોટાડવામાં આવ્યુ હતું ત્યારબાદ વર્ગમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ડાન્સ કરવી શાળાનું વાતાવરણ આનંદિત અને ઉત્સાહિત બનાવી શાળાના દિવાળી વેકેશન પછીના પ્રથમ દિવસને સ્મૃતિમય બનાવવામાં આવ્યો હતો .
‘વેકેશન પછી શાળાની પહેલી સવાર ખીલી ઉઠી
મિત્રોના હાસ્યથી આખુ પ્રાંગણ ગૂંજી ઉઠ્યું
શિક્ષકનો સ્વાગત શબ્દ મનમાં વસ્યો,
એ દિવસ તો યાદોમાં સદાય જીવતો રહી ગયો.’