નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ

“પહેલું સુખ તે જાતે નર્યા“

શિક્ષકોના સ્વાસ્થ્ય માટે સંસ્થાની પ્રશંસનીય પહેલ

આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર સ્કૂલ હેલ્થ પોલિસીઝ ને ધ્યાને લઇ સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા અત્રેની શાળામાં દરેક કર્મચારીગણ માટે ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધી  કરવામાં આવ્યું હતું. જેમાં દરેક માધ્યમ અને પાળીના દરેક કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના કર્મચારીઓએ આરોગ્યલક્ષી નિદાન કરાવ્યું હતું.

       દરેક વ્યક્તિને પોતાના જીવન અને વ્યવસાય દરમિયાન વિવિધ પ્રકારની તાણનો અનુભવ થતો રહે છે ત્યારે શિક્ષક તેમાંથી કેવી રીતે બાકાત રહી શકે શિક્ષકની માનસિક અને શારીરિક તકલીફની તાણની અસર તેના શૈક્ષણિક કાર્ય ઉપર પણ થાય છે તેની સીધી અસર વિદ્યાર્થી સુધી પણ પહોંચી શકે છે માનસિક કે શારીરિક તાણમાં ન હોય તો જ તે સ્વસ્થ રીતે પોતાનું શૈક્ષણિક કાર્ય કરી શકે છે અને તેથી તેમની સ્થિતિમાં માર્ગદર્શન આપવાના હેતુથી શાળામાં એક સામાન્ય સર્વેક્ષણ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

       જો શિક્ષક સ્વસ્થ હશે તો જ સારું શિક્ષણ આપી શકશે, તેમજ અન્ય કર્મચારીઓ પણ પોતાનું કાર્ય યોગદાન સુપેરે આપી શકશે, એવા અભિગમ સાથે શાળામાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને Doctors team દ્વારા basic check up કરવામાં આવ્યા હતા, જેમકે BP (Blood Pressure), RBS (Random Blood Sugar), Height, Weight, Spo², BMI, ECG, PFT વગેરે જેમાં Dr. Consultation opthal Examination File દ્વારા કર્મચારીઓને જરૂરી આગામી ચકાસણી કરાવવાની જરૂર હોય તો તે મુજબ સલાહ આપવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *