छोटी सी मुसीबत से जो घबरा
जाए वो अनाड़ी होता है|
हार को भी सामने देखकर जो
लड़ जाए वह खिलाड़ी होता है||
શું તમે જાણો છો કે શા માટે નેશનલ સ્પોર્ટ્સ ડે માત્ર 29 ઓગસ્ટે જ ઉજવવામાં આવે છે? જો નહીં તો આજે અમે તમને નેશનલ સ્પોર્ટ્સ ડે સાથે જોડાયેલા ઇતિહાસ વિશે જણાવીશું હકીકતમાં 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી પાછળ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદ છે જેમને હોકીના વિઝાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે મેજર ધ્યાનચંદનો જન્મ આ દિવસે 29 ઓગસ્ટ 1905 ના રોજ અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં થયો હતો. મેજર ધ્યાનચંદ વિષ્ણુ રમતગમતના ઇતિહાસના મહાન ખેલાડીઓ માના એક છે. તેણે 1928, 1932 અને 1936 માં હોકીમાં ત્રણ ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. મેજર ધ્યાનચંદે તેમને બોલ કન્ટ્રોલની કળામાં નીપુણતા મેળવી હતી. જે હોકીની અનોખી ક્ષમતા હતી તેઓ પોતાની હોકી સ્ટિક વડે રમતના મેદાનમાં કંઈક જાદુ કરતા તેવું લોકોનું માનવું હતું તેથી તેમને હોકીના જાદુગર કહેવામાં આવે છે. મેજર ધ્યાનચંદની હોકીમાં તેમના યોગદાન માટે દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે.
ત્રણ વખતના ઓલમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા મેજર ધ્યાનચંદ ભારતીય હોકી ટીમનો ભાગ હતા. 1936 બર્લીંગ ઓલમ્પિક ગેમ્સમાં ધ્યાનચંદને ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં. જ્યારે તેમની સમગ્ર કારકિર્દીમાં લગભગ 1000 ગોલ કર્યા હતા.
આવા મહાન રમતવીરને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સરકારે 2012 માં તેમના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
રાષ્ટ્રીય રમતગમત દિવસને રાષ્ટ્રીય સ્તરે મોટાભાઈએ ઉજવણી કરવામાં આવે છે તે દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે અને ભારતના રાષ્ટ્રપતિ દેશના ઉત્કૃષ્ટ ખેલાડીઓને રાષ્ટ્રીય રમત પુરસ્કાર પ્રદાન કરે છે. 2020 માં પુરસ્કારો વર્ચ્યુઅલ રીતે COVID -19 રોગ શાળાને કારણે રજૂ કરવામાં આવ્યા હતા.
રાજશિયા રમત પુરસ્કાર હેઠળ રમતવીર અને ભૂતપૂર્વ રમતવીરોની રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આબાદ સન્માનની સાથે આ દિવસે ધ્યાનચંદ એવોર્ડ પણ આપવામાં આવે છે.
1979 માં મેજર ધ્યાનચંદના અવસાન પછી ભારતીય ટપાલ વિભાગે તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સન્માનમાં સ્ટેમ્પ બહાર પાડ્યું તેમની શ્રદ્ધાંજલિ રૂપે દિલ્હીના નેશનલ સ્ટેડિયમનું નામ બદલીને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.
જુનિયર એશિયા કપ:
જાપાનમાં દેશની જુનિયર મહિલા હોકી ટીમના ખેલાડીઓ ઐતિહાસિક મેચમાં જોરદાર દેખાવ કર્યો છે. આની સાથે જ ભારતે ચાર વખતના ચેમ્પિયન દક્ષિણ કોરિયા પર 2-1 થી ભારતને જીત મેળવીને પ્રથમ વખત મહિલા જુનિયર હોકીનો એશિયા કપ તાજ હાંસલ કરવામાં સફળતા મેળવી છે અને સાથે જ ભારતીય વર્ષના અંતમાં ચીલીમાં યોજાનાર મહિલા જુનિયર વિશ્વ કપ 20123 માં સ્થાન મેળવવા ચાહકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
लड़कों से ज्यादा मैडल ला रही है बेटियां,
खेल में अपने हुनर को आजमा रही है बेटियां।
શ્રીમતી એસ. એચ. ગજેરા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળા ઉત્રાણ માં આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ 29 ઓગસ્ટના રોજ શાળામાં દેશી રમતોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લીંબુ ચમચી, કોથળા દોડ, લખોટી, રસા ખેંચ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ રસ પૂર્વક ભાગ લીધો હતો અને સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરી.