દરેક વ્યકિતના જીવનમાં માતા પિતાનું મૂલ્ય અનેરું હોય છે. એજ પ્રમાણે સો વર્ષે પણ સાકર જે રીતે મીઠી લાગે છે તે મુજબ કંઈ વ્યક્તિ એવુ ના ઝંખતી હોય કે તેના મા -બાપ ની છત્રછાયા તેમના પર અવિરત વહેતી ના રહે? દરેક વ્યક્તિ આજીવન માતા પિતાનો ઋણી રહેતો હોય છે. કારણ કે માતાપિતા એ આપના ઉત્થાન માટે જે તડકાં છાંયડા વેઠીને આપણને નાને થી મોટા કર્યા હોય છે. ને જીવનના તમામ દુઃખો પોતે સહન કરી બાળકો ને તમામ જીવનની ખુશીઓ આપતા હોય છે. તો તેમનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. અને દરેક બાળક માતા પિતાનું આજીવન ઋણી રહેતું હોય છે.
હરિબાપા એ તેમના બાળકોનો ઉછેર ખુબજ ચીવટ થી કરેલો જોવા મળી રહ્યો છે. કેમકે અત્યાર ના સાંપ્રત સમયમાં આટલા મોટા પરિવારમાં પણ સંયુક્ત પરિવારમાં દ્રાક્ષના ઝૂમખા ની માફક જોડાઈ રહેવું એ સાવ સામાન્ય બાબત નથી. તે માબાપ દ્વારા મળેલા સંસ્કારોની ઓળખ છે. તેમના તરફથી મળેલા અમૂલ્ય સંસ્કારો થકી આજે એમના બાળકો હરણફાળ પ્રગતિ ના પંથ પર સફર ખેડી રહયા છે.
જેના ફળ સ્વરૂપ સમાજ સેવા ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે તેઓ પોતાનો અનોખો ફાળો નોંધાવી સમાજ, કુટુંબ અને દેશમાં પોતાના પિતાશ્રી દ્વારા વારસા મળેલ સંસ્કારોની અમીટ છાપ ફેલાવી રહયા છે. તેમના પિતાશ્રી એ પોતાનું સમગ્ર જીવન ગ્રામ્ય પરિવારમાં વિતાવી બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરી શહેરમાં મોકલી પોતાના દ્વારા આપવામાં આવેલ અનમોલ સંસ્કારોનો ફેલાવો કરતા જોવા મળી રહયા છે. તો આવા જ કર્મનિષ્ઠ, ખંતીલા, માયાળુ, લાગણીશીલ અને ઉદાર વ્યક્તિત્વ ધરાવતા શ્રી હરિબાપા ની પુણ્યતિથિ નો અનેરો અવસર ગજેરા ટ્રસ્ટ પરિવાર દ્વારા અનોખી રીતે 12મી જુલાઈ ના રોજ પરમ પૂજ્ય શ્રી હરિ બાપાની પુણ્યતિથિ નિમિતે અનેરી ઉજવણી કરવામાં આવે છે.
“પરિવાર જેનું મંદિર હતુ, સ્નેહ જેની શકિત હતી
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભકિત હતી.
ધર્મ કદી ભુલ્યા નહી, વ્યવહાર કદી ચુકયા નહી
પરિવાર માટે તમે વિપુલ આશિષ મુકી ગયા.”
આ વર્ષે એજ પ્રમાણે ગજેરા ટ્રસ્ટ પરિવાર દ્વારા ખુબ જ આગવી રીતે તેમના ચરણોમાં શ્રદ્ધાંજલિ ના ભાગ રૂપે યોજાઈ ગયો. જેમાં સૌપ્રથમ કાર્યક્રમ ની શરૂઆત શાળાના આચાર્યા શ્રી છાયાબેન ભાઠાવાળા તેમજ શાળાના ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ જસાણી, શાળા ના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ આ બધા વડે પ્રાર્થના થી કરવામાં આવી ત્યારબાદ બા-બાપુજીના ચરણો માં પુષ્પગુચ્છ દ્વારા દરેક શિક્ષકો, વિદ્યાર્થી ઓ, અને આજના પાવન દિવસના દિવસે પધારેલ આમંત્રિત મહેમાન નો દ્વારા તેમની પ્રતિમા આગળ તેમનો ચરણ કમળમાં પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.આ કાર્યક્રમ અંતર્ગત ગજેરા વિદ્યાભવન ઉત્રાણ શાળા ના સંગીત વૃંદ દ્વારા આજના અનોખા દિવસને સરસમજાના ભક્તિભાવ મય બનાવવા ભજન સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ના દાદા- દાદીને ભજન સંગીત કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. એમના ચરણકમળોમાં સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સેવા ટ્રસ્ટનો પાયો નાખી સેવા કરવા પ્રેર્યા અમને, સેવાની વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજમાં સુવાસ પાથરી, આમ અમારી વચ્ચેથી વિદાય લીધી. આપના દ્વારા સ્થાપવામાં આવેલ ટ્રસ્ટના કાર્યોની સુવાસ હંમેશ પ્રસરતી રહેશે અને અમને વધારે કાર્ય કરવાનું બળ મળતું રહેશે . પ્રભુ આપના આત્માને આંતિ આપે એજ પ્રાર્થના.
જેનો ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે જે કદી વિસરાતા નથી.